GUJARAT : વાપીમાં સહારા માર્કેટ નજીક SOG એ ગેરકાયદેસર પિસ્તોલ અને ૩ જીવતા કારતૂસ સાથે બિહારના યુવકને ઝડપી પાડ્યો

0
37
meetarticle

વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (S.O.G.) ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે.


​SOG ની ટીમે વાપીમાં ઇમરાનગર, સહારા માર્કેટ સામે, સેલવાસ રોડ પર પાનના ગલ્લા નજીકથી એક ઈસમને ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગઝડતી લેતા તેની પાસેથી વગર હથિયાર પરવાને ગેરકાયદેસર રીતે રાખેલી એક દેશી હાથ બનાવટની લોખંડની પિસ્તોલ (કિંમત ₹ ૪૫,૦૦૦/-) અને ૩ જીવતા કારતૂસ (કિંમત ₹ ૩૦૦/-) મળી આવ્યા હતા. આમ, કુલ ₹ ૪૫,૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
​પકડાયેલા આરોપીનું નામ વિજયકુમાર ઉર્ફે મુખીયા નગેન્દ્ર શાહ (ઉ.વ. ૨૬) છે, જે હાલ વાપીમાં રહે છે અને મૂળ બિહારના વૈશાલી જિલ્લાનો વતની છે.
​આરોપી વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ, જી.પી. એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here