વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) ની ટીમે છેલ્લા સાત વર્ષથી વાપી GIDC પોલીસ સ્ટેશનની બે ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં નાસતા ફરતા એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી મધ્યપ્રદેશની રાત્રી ઘરફોડ કરતી ગેંગ સાથે સંકળાયેલો છે.

વલસાડ LCBને મળેલી સંયુક્ત બાતમીના આધારે, આરોપી કાલુ ગીરવર સોલંકી (ઉ.વ. ૩૪) ને ઉમરગામ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો.
આરોપી વાપી GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ IPC કલમ હેઠળની બે ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં છેલ્લા સાત વર્ષથી ફરાર હતો.
આરોપી હાલ દમણ ડી-માર્ટ પાસે સોમનાથ વિસ્તારમાં ઝૂંપડામાં રહેતો હતો અને તેનું મૂળ વતન મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાનું છે.
વલસાડ LCB એ પકડાયેલા આરોપી કાલુ સોલંકી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને વધુ તપાસ માટે વાપી GIDC પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે.

