GUJARAT : વાલીઓને મોટી રાહત: ભરૂચ શિક્ષણ વિભાગનો આદેશ, બાળકો હવે મનપસંદ સ્વેટર પહેરીને શાળાએ જઈ શકશે

0
43
meetarticle

​ભરૂચ જિલ્લામાં શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ જિલ્લા શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લીધો છે. હવેથી જિલ્લાની કોઈપણ શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના અથવા શાળા દ્વારા નક્કી કરેલ બ્રાન્ડના જ સ્વેટર પહેરવા માટે દબાણ કરી શકશે નહીં. આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે તમામ શાળાઓને સત્તાવાર પત્ર જારી કર્યો છે.


​જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમુક શાળાઓ દ્વારા વાલીઓ પર નિશ્ચિત દુકાનમાંથી જ ગરમ કપડાં ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હતું, જેના કારણે વાલીઓ પર અનાવશ્યક આર્થિક ભારણ વધતું હતું. આ પરિસ્થિતિને અંત આપવા માટે શિક્ષણ વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે વિદ્યાર્થીઓ શિયાળામાં પોતાના ઘરેથી લાવેલ મનપસંદ સ્વેટર અથવા અન્ય ગરમ કપડાં શાળામાં પહેરી શકે છે.
​શિક્ષણ વિભાગે તમામ શાળાઓને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે, કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીને ચોક્કસ પ્રકાર, બ્રાન્ડ કે રંગના સ્વેટર પહેરવાની ફરજ પાડી શકાશે નહીં. વાલીઓ પર દબાણ ન થાય અને બાળકોના આરોગ્યને પ્રાધાન્ય મળે તે માટે આ સૂચનાનું કાયમી ધોરણે પાલન કરવું અનિવાર્ય છે.
ઉલ્લંઘન કરનાર શાળા વિરુદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here