ગુજરાત વિધાનસભા ભવનનું નામ જેમના નામ ઉપરથી અપાયું છે એવા શ્રી વિઠ્ઠલભાઇ પટેલની ૧૫૨મી જન્મજયંતિ નિમિતે આજે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભા પટાંગણમાં આવેલી તેમની પ્રતિમા સમક્ષ અને ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતેના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

વર્ષ ૧૯૨૫થી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ અને સ્વરાજ પાર્ટીના સહ સંસ્થાપક શ્રી વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ તા. ૨૭મી સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ નડિયાદમાં થયો હતો. તેઓ તેમની મુત્સદ્દીગીરી માટે ભારતભરમાં વિશેષ ઓળખ ધરાવતા હતા.
વર્ષ ૧૯૩૦માં આઝાદીની ચળવળ શરૂ થતાં મધ્યસ્થ ધારાસભામાંથી રાજીનામું આપી સક્રિય રીતે આઝાદીના લડતમાં જોડાયા હતા.
આ પ્રસંગે, અધ્યક્ષશ્રીએ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર -૨૫ના વિદ્યાર્થીઓ સાથે શ્રી વિઠ્ઠલભાઈ પટેલના જીવન પ્રસંગો વાગોળ્યા હતા.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, દંડક શ્રી સેજલબેન પરમાર, શહેર પ્રમુખ શ્રી આશિષભાઈ દવે, ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ,
વિધાનસભાના અધિકારીઓ- કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહીને પુષ્પ અર્પણ કર્યા હતા.
REPOTER : ધ્રુવી ત્રિવેદી

