છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે પધારેલા મહિલા અને બાળ કલ્યાણ (સ્વાતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી ડૉ.મનીષાબેન વકીલે બીજા દિવસે મહિલા અને બાળ કલ્યાણ સહીત અન્ય વિભાગોની જાણકારી મેળવી હતી.
વિવિધ વિભાગોના અધિકારીઓએ પ્રભારીમંત્રીશ્રીને પ્રેઝન્ટેશન થકી વિભાગોની કામગીરી વિષે વાકેફ કર્યા હતા. પ્રભારીમંત્રીશ્રી દ્વારા અધિકારીઓને સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોચે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકાબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ રાજેન્દ્રસિંહ રાઠવા અને જયંતીભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા, મદદનીશ કલેકટર સુશ્રી મુસ્કાન ડાગર, નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેશ ગોકલાણી સહીત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter : અંજુમ ખત્રી છોટાઉદેપુર

