વીરપુર તાલુકાના અંતરિયાળ ગામ ડેભારીમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સૌજન્યથી લાયન્સ ક્લબ, બાલાસિનોરના સહયોગથી યોજાયેલા નેત્ર ચિકિત્સા કેમ્પમાં અંધજન મંડળ નડિયાદના સહયોગથી ૩૩૨ ગ્રામજનોની આંખોનું મફત નિદાન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૩૧ ગ્રામજનોને આંખના નંબર કાઢી માત્ર રૂ.૧૦માં ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે ડો.રવિન્દ્ર કે.પટેલ,બડેસરા, ડો.હરીશ બી.પટેલ,નાની સરસણ, ઉર્મિલાબેન કટારા ,જલઈ સરકારી મેડિકલ ઓફિસરો દ્વારા રોગ નિદાન અને સારવાર કેમ્પમાં ૧૮૬ ગ્રામજનોને તપાસ્યા હતા તે સાથે ડાયાબિટીસના ૩૬ દર્દીઓને તપાસવામા આવ્યા હતા અને જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. આ ઉપરાત સાદા મોતિયાના દર્દીઓને મફત ઓપરેશન માટે શંકરા આઈ હોસ્પિટલ મોગર(આણંદ)લઈ જવામાં આવશે.

કેમ્પમાં બાલાસિનોર લાયન્સ ક્લબના પ્રમુખ લા. દક્ષાબેન પાઠક,મંત્રી લા.પ્રવીણભાઈ સેવક,લા. વસંતભાઈ ઉપાધ્યાય, લા. ગિરીશભાઈ ચૌહાણ,લા.પ્રવિણભાઇ કે. પટેલ ડેભારી દૂધ મંડળીના ચેરમેન ગોકળભાઈ ખાંટ સેક્રેટરી મનીષભાઈ પ્રજાપતિ સરસ્વતી હાઈસ્કૂલના પ્રમુખ વિષ્ણુભાઈ જોશી મંત્રી અશોકભાઈ,જોશી સહિત કેળવણી મંડળના સભ્યો, હાઈસ્કૂલના આચાર્ય નીતાબેન જોશી અને સ્ટાફ તેમજ ગ્રામજનો સહકારથી કેમ્પ ખૂબ જ સફળ રહ્યો હતો
REPOTER : વીરભદ્રસિંહ સિસોદિયા મહીસાગર

