જૂના ભરૂચના દાંડિયા બજાર સ્થિત સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત ભગવાન મહર્ષિ ભૃગુઋષિજીના પૌરાણિક મંદિર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, ભરૂચ શહેર દ્વારા સમૂહ ઉપનયન સંસ્કારનો પવિત્ર કાર્યક્રમ યોજાયો હતો.

હિન્દુ ધર્મનો અત્યંત મહત્વનો ગણાતો આ સંસ્કાર વૈદિક મંત્રોચ્ચાર સાથે આઠ જેટલા બ્રહ્મબટુકોને આપવામાં આવ્યો હતો. ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કરીને આ બટુકોએ દ્વિજત્વ (દ્વિજ) ને પ્રાપ્ત કર્યું હતું અને વેદાધ્યયન તથા યજ્ઞકર્મ કરવાના અધિકારી બન્યા હતા.
આ શુભ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પૂર્વ જિલ્લા પ્રમુખ અનિલ પંડ્યા, દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોશી, શહેર પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુ ભટ્ટ, પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ અગ્રણીઓ અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બટુકોને આશીર્વાદ આપ્યા હતા.
