GUJARAT : શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ગોધર તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો

0
68
meetarticle


ગુજરાત સરકારના સેવા અને સુશાસનના ઐતિહાસિક નિર્ણયના ભાગરૂપે નવીન ગોઘર તાલુકામાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના શુભારંભ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે કરવામાં આવી.


આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ૧૭ નવા તાલુકાઓની રચના કરવામાં આવી છે. જેમાંથી આપણા જિલ્લાને બે નવા તાલુકાઓ મળવાથી હવે લોકોને તેમના ઘર આંગણે જ વહીવટી સુવિધાઓ મળી શકશે
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીજીના ‘સ્વચ્છ ભારત’ના સ્વપ્નને આગળ ધપાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન થકી દરેક ગામ સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવે તેવી અપીલ કરી છે.


સરકારની વિકાસલક્ષી કામગીરી પર ભાર મૂકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી આરોગ્ય, શિક્ષણ, પાણી, રસ્તા અને વીજળી સહિતની ઉત્તમ સુવિધાઓ પહોંચાડીને વિકાસના ફળ જનતા સુધી પહોંચાડવામાં આવ્યા છે. અંતે, તેમણે દરેક લોકોને નિયમિતપણે હેલમેટ પહેરવા માટે પણ ખાસ અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિજયાદશમી અને મહાત્મા ગાંધીજી તથા લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિના પવિત્ર ત્રિવેણી સંગમના દિવસે ગોધર તાલુકાનું ઉદ્ઘાટન થયું છે, જે આપણા સૌ માટે અત્યંત શુભ અને આનંદની વાત છે. તેમણે આ શુભ અવસર બદલ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ નવો તાલુકો બનવાથી હવે લોકોને તમામ ઉત્તમ સુવિધાઓ તેમના ઘર આંગણે જ સરળતાથી મળી રહેશે.
આ પ્રસંગે મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારે નવો ગોધર તાલુકો બનવા બદલ સુભેચ્છાઓ આપી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
મંત્રીના હસ્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી, શ્રેષ્ઠ સામુહિક સૌચાલય, શ્રેષ્ઠ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, શ્રેષ્ઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સ્વચ્છતામાં શ્રેષ્ઠ તાલુકાને પ્રમાણપંત્ર આપી સન્માનિત કર્યા હતા. મંત્રી નવીન બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી નંદાબેન, તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ, અગ્રણીશ્રી દશરથભાઈ,નિવાસી અધિક કલેક્ટર સી વી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, ગોધર ગામ સરપંચ હિરેન્દ્રસિંહ વિરપરા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

REPOTER : વીરભદ્રસિંહ સિસોદિયા. લુણાવાડા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here