GUJARAT : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો વાર્ષિક પદવીદાન સમારોહ આગામી શનિવાર, ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાશે. આ સમારોહમાં કુલ ૩૭ ફેકલ્ટીના ૨૧,૬૨૬ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.

0
41
meetarticle

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો વાર્ષિક પદવીદાન સમારોહ આગામી શનિવાર, ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાશે. આ સમારોહમાં કુલ ૩૭ ફેકલ્ટીના ૨૧,૬૨૬ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.


આ કાર્યક્રમની વિગતવાર માહિતી આપવા માટે સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
કુલપતિએ મીડિયાને જણાવ્યું હતું કે યુનિવર્સિટીના આ સાતમા દીક્ષાંત સમારોહનું અધ્યક્ષસ્થાન ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંભાળશે. આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને કૃષિ, ખેડૂત કલ્યાણ તેમજ ગૌસંવર્ધન રાજ્યમંત્રી રમેશભાઈ કટારા ‘અતિથિ વિશેષ’ તરીકે ઉપસ્થિત રહેશે.
આ પદવીદાન સમારોહમાં કુલ ૨૧,૬૨૬ ડિગ્રી પૈકી ૧,૬૮૪ વિદ્યાર્થીઓને રૂબરૂ અને ૧૯,૯૪૨ વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરાશે. આ ઉપરાંત, ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન કરનાર કુલ ૫૧ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે, તેમ કુલપતિ પ્રો. હરિભાઈ કાતરિયાએ માહિતી આપી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here