GUJARAT : સખી મંડળ સાથે જોડાયેલી મહિલાએ પાલનપુરના સરસ મેળામાં 10 દિવસમાં 1 લાખ રૂપિયા કરતાં વધુનો વેપાર કર્યો

0
45
meetarticle

પાલનપુર ના રામલીલા મેદાનમાં સરકાર અને ગુજરાત લાઈવલીહુડ કંપની અને ગ્રામ વિકાસ દ્વારા સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિયોદર તાલુકાના દેલવાડા ગામની સખી મંડળ સાથે જોડાયેલી મહિલાએ પાલનપુરના સરસ મેળામાં 10 દિવસમાં 1 લાખ રૂપિયા કરતાં વધુનો માટીમાંથી બનાવેલ ઘર સુશોભનનો વેપાર કર્યો હતો. ત્યારે આ મંડળ સાથે જોડાયેલી 10 મહિલાઓની મહિને 20 હજાર રૂપિયા જેટલી કમાણી કરી ને પોતે આત્મ નિર્ભર બની છે. જેને લઇ આ મહિલાઓએ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સરકારના ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહિલાઓએ પગ પર બનાવવા માટે ચાલતી યોજના મિશન મંગલમ હેઠળ દિયોદર તાલુકાના દેલવાડા ગામના પ્રજાપતિ હેતલબેન રાકેશભાઈ ર્ષોથી માટી માંથી ઘર સુશોભનની વસ્તુઓ બનાવતા હતા. પણ તેમને પણ ગામની બીજી મહિલાઓને આત્મ નિર્ભર બનાવવા ની ઈચ્છા થયી હતી.જ્યારે તેમણે ખબર પડી કે 10 મહિલાઓએ ભેગા મળી જય હનુમાન સખી મંડળ બનાવી મહિને બચત કરી હતી. અને આ રીતે ગામમાં બીજા પણ મંડળ બનાવી ચાલતી યોજના માં vo બનાવી તેમાં સરકારનો લાભ લઈ હેતલબેન અને તેમની સાથી બીજી 9 મહિલાઓ એ ઘર સુશોભનની પેરકાંટા,ચીકણી માટી માંથી ફૂલદાની,પાણીમાં તરતો કાચબો, ચકલી વાળું પીપોડું, ગાય,બળદ સહિતની વિવિધ વસ્તુઓ બનાવી તેઓ વેચે છે. ત્યારે પાલનપુર ખાતે 10 દિવસના યોજાયેલ સરસ મેળા માં તેમણે આશરે 1 લાખ રૂપિયા કરતાં વધુ વેપાર કર્યો હતો. ત્યારે હેતલ બેને જણાવ્યું હતું કે મારી મહિના આશરે 22 હજાર કરતા વધુ આવક છે. જ્યારે અમારી 10 બહેનો ન ચાલતા જય હનુમાન સખી મંડળ ની 9 બહેનો માટી માંથી બનતી વસ્તુઓને આકાર આપવો,કલર કરવો, માટી એકઠી કરવી જેવા મારી સાથે મદદ કરી તેઓ પણ આશરે 12 હજાર રૂપિયા કરતાં વધુ મહિને કમાણી કરે છે. આ રીતે દેલવાડા ગામની પોતે આત્મ નિર્ભર બની છે જે ગામ,સમાજ અને દેશ માટે ગૌરવ વાત છે. ત્યારે ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.આઈ.શેખ, મિશન મંગલમ ડી.એલ.એમ તેજસભાઇ વ્યાસ અને સ્ટાફ દ્વારા પાલનપુર ખાતે રામલીલા મેદાનમાં યોજાયેલ સરસ મેળા નું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાત ભરમાંથી વિવિધ સખી મંડળ ની બહેનો એ 50 કરતાં વધુ વિવિધ પ્રકારના સ્ટોલ બનાવ્યા હતા. અને આ 10 દિવસના સરસ મેળા માં પાલનપુર શહેર,આજુબાજુ 30 કિમી સુધીના ગામોના લોકો સહિત વિવિધ તાલુકાની સખી મંડળ સાથે જોડાયેલા બહેનોએ આ સરસ મેળામાં મહિલાઓએ જાતે બનાવેલ વસ્તુઓની ખરીદી કરી હતી. અને મહિલાએ પોતે આત્મ નિર્ભર બને અને પોતે પગ પર ઊભા થાય તેમાટે ખરીદી તેમને પૂરતો સહયોગ આપ્યો હતો. ત્યારે આ 50 સ્ટોલ ની બંનેનો રહેવા,જમવા સહિતની વ્યવસ્થા સરકારના ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવા માં આવી હતી.

ફોટો

પ્રતિનિધિ દિપક પુરબીયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here