આસો સુદ શરદ પૂનમ વાર મંગળવારે દિવસે ઓગડ તાલુકાના મોટાજામપુર થી સમસ્ત થરેચા પરિવાર ની કુળદેવી ચામુંડા માતાજી નો સંઘ દર વર્ષ ની જેમ આજે ત્રીજા વર્ષે મોટા જામપુર થી 100થી 150ભાઈઓ તેમજ 100જેટલી બહેનો પગપાળા સંઘ મા જોડાઈ હતી હાથ મા ધ્વજાં સાથે ચામુંડા માતાજી નો સંઘ સવારે સાત વાગે મોટા જામપુર થી ડીજે ના તાળે વાજતે ગાજતે થરા તાણા અગિયાર વાગે તાણા તક્ષશીલા રોડ આવી પહોંચતા ચાણક્ય યુવક મંડળ દ્વારા ચામુંડા માતાજી ના રથ નું સ્વાગત કરવામાં આવ્યું હતું

બકાલાલ પાંચોલી એ કંકુ ચાંદલો કરી ફુલહાર પહેરાવી માતાજી ને આવકાર્યા હતા સંઘ નિજ મંદિરે આવી પહોંચ્યો ત્યારે ચામુંડા માતાજી ના મંદિર ના શિખર પર ધ્વજાં (નેજુ)ચડાવી માતાજી ની આરતી પૂજા કરવામા આવી હતી સમસ્ત થરેચા પરિવારે માતાજી ની આરતી નો લાભ ભોજન પ્રસાદ લઈ માતાજી ના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી
પ્રતિનિધિ : માનસિંહ ચૌહાણ ઓગડ

