સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૮મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં ૧૬,૯૬૩ છાત્રોને વિવિધ વિધાશાખામાં પદવી એનાયત કરવામાં આવી હતી, જ્યારે ૭૫ વિદ્યાર્થીઓને ૧૦૩ સુવર્ણચંદ્રક અપાયા હતા.

સરદાર પટેલ યુનિવસટીનો ૬૮મો પદવીદાન સમારોહ સોમવારે રાજ્યપાલ અને યુનિવસટીના કુલાધિપતિની ઉપસ્થિતિમાં વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના ૧૬,૯૬૩ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી અને ૭૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સિદ્ધિ માટે ૧૦૩ સુવર્ણચંદ્રક એનાયત કરાયા હતા. યુનિવસટીના કુલપતિએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવસટી દ્વારા અત્યાર સુધીમાં ૪,૦૭,૭૨૯ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી છે. દીક્ષાંત સમારંભમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના જયશ્રી ઉર્ફે ધનશ્રી આઠવલે તલવલકરને તેમના સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક યોગદાન બદલ તેમજ યુનિવસટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અનુપમ મિશનના સ્થાપક જશભાઈ શંકરભાઈ પટેલને તેમના આધ્યાત્મિક અને સામાજિક યોગદાન બદલ ‘ડૉક્ટર ઓફ લેટર્સ (ડી. લીટ) માનદ પદવી આપવામાં આવી હતી. તેમજ મૂળ નડિયાદની અને સરદાર પટેલ યુનિવસટીમાં એમ.સી.એનો અભ્યાસ પૂર્ણ કરનાર રિયા મનોજભાઈ પંચાલે પાંચ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

