વડનગર: મુલાકાત (પ્રેરણા: એ ક અનુભવાત્મક શિક્ષણ કાર્યક્રમ) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણની શાળા (કુમાર શાળા, ૧૮૮૮માં સ્થપાયેલી) પર આધારિત વારસાગત કેન્દ્ર છે. આ સ્થળ મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલું છે અને તેને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ૨૦૨૪માં લોન્ચ કરાયેલા “પ્રેરણા” કાર્યક્રમ હેઠળ વિકસાવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ દેશભરના વિધાર્થીઓને પ્રેરણાદાયી અનુભવ આપવા માટે રચાયો છે, જેમાં ઐતિહાસિક મુલાકાતો, યોગ, કાર્યશાળાઓ અને મૂલ્ય-આધારિત શિક્ષણનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગના ખુબ સરસ આયોજન ભાગરૂપે દર મહિને ભારતના દરેક રાજ્યમાંથી ફક્ત ૨ વિધાર્થીઓને પસંદગી પ્રેરણા સ્કૂલમાં પ્રત્યક્ષ અનુભવ શિક્ષણ માટે થાય છે જેમાં આ માસે સર પ્રતાપ હાઇસ્કુલ ઈડર ની ધોરણ ૧૨ ની વિધાર્થીની દિયા પ્રજાપતિ નું ગુજરાત રાજ્યમાંથી સિલેક્શન થઈ તારીખ ૨૯ નવેમ્બર થી ૬ ડિસેમ્બર સુધી વડનગર મુકામે રહી સમગ્ર દેશના વિધાર્થીઓ સાથે અનુભવ લક્ષી શિક્ષણ મેળવશે આ સિદ્ધિ બદલ ઈડર પ્રજાકીય વિધોતેજક સમિતિ અને સર પ્રતાપ હાઇસ્કુલ શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.
REPOTER : દુર્ગેશ જયસ્વાલ સાબરકાંઠા.
