GUJARAT : સાંધાને સ્વસ્થ રાખવા નિયમિત કસરત અને ખોરાકમાં કેલ્શિયમ સામેલ કરો

0
38
meetarticle

દર વર્ષે દુનિયાભરમાં 12મી ઓક્ટોબરના રોજ વિશ્વ આર્થરાઇટિસ ડે એટલેકે સંધિવા દિવસ મનાવવામાં આવે છે. કમર જકડાઈ જવી, પીઠમાં દર્દ હોવા છતાં જો વ્યકિત લાંબા સમય સુધી બેસી રહે તો આર્થરાઇટિસ થઈ શકે છે. માટે જ હાડકાંના રોગના તબીબો સલાહ આપે છે કે હાડકાં,માંસપેશી અને સાંધાને સ્વસ્થ રાખવા નિયમિત કસરત અને ખોરાકમાં કેલ્શિયમ સામેલ કરો.

જી.કે.જનરલ હોસ્પિટલના ઓર્થો વિભાગના તબીબના જણાવ્યા પ્રમાણે કસરત સાથે વજનને પણ નિયંત્રણમાં રાખવામાં આવે તો ઘણે અંશે આ તકલીફથી રાહત મળશે.જો હાલવા, ચાલવા અને ફરવામાં સાંધા દુખે તો નજર અંદાઝ કરવું એટલે આગળ જતાં મુશ્કેલી ઊભી કરવી. જો કે, આર્થરાઈટિસ માટે માત્ર કલાકો સુધી બેસી રહેવું એ એકમાત્ર કારણ નથી બીજા અનેક કારણો જવાબદાર છે.દરેક રોગની જેમ આ સમસ્યામાં પણ જીવનશૈલી જવાબદાર છે. જેમની ખાણીપીણી સમતોલ નથી અને દિનચર્યા અવ્યવસ્થિત તેમને આ રોગ જલ્દી લાગુ પડી શકે છે.ભોજનમાં કૈલ્શિયમ પ્રોટીન સાથે વિટામિન ડી પણ આવશ્યક છે. વિટામિન ડી સૂર્યપ્રકાશમાં મળે છે,પણ સૂર્યના કિરણો ત્વચાના સીધા સંપર્કમાં આવે એ જરૂરી છે.

આ રોગના લક્ષણો અંગે તબીબો કહે છે કે, આર્થરાઇટિસનું સામાન્ય લક્ષણ દર્દઅને સુજન છે. સમસ્યા વધવા પછી હાલવા, ચાલવા, ફરવા અને ચાલવામાં દર્દ થાય છે. આગળ જતા ડીકામર્ટી થાય છે,જેમકે પગ વાંકા વળી જવા. ડો. પટેલે વધુમાં કહ્યું કે, જો આર્થરાઈટીસની સમસ્યા વધુ જણાય તો હાડકાના રોગના અને સાંધાના નિષ્ણાંતનો સંપર્ક કરવો જોઈએ અને તેમના માર્ગદર્શન અને સૂચન મુજબ સારવાર અથવા સર્જરી જે જરૂર જણાય તે યોગ્ય સમયે કરાવી લેવાય તો હિતાવહ રહે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વમાં દર ત્રીજી વ્યકિત આ રોગથી પીડિત છે. ભારતમાં 18 લાખ દર્દીઓ આર્થરાઇટિસના છે, જેમાંથી દોઢ લાખ લોકો તો ડોક્ટર પાસે પહોંચી પણ શક્યા નથી. વિશ્વની સૌથી મોટી બિનસંક્રમિત બીમારી પૈકીની એક છે,જે મહિલાને વધુ પ્રભાવિત કરે છે,એમ યુવાનોને પણ જલ્દી ચપેટમાં લે છે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here