નર્મદા જિલ્લામાં આનંદ અને ઉલ્લાસ ભેર પતંગ પર્વ ઉજવાયું હતું. છેલ્લા સાત ટર્મથી ભાજપનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ મનસુખભાઈ વસાવા દર વર્ષે તેમના નિવાસ્થાને રાજપીપલા ખાતે ભાજપના કાર્યકરો સાથે પતંગ પર્વ ઉજવ્યું હતું. તેમણે ભાજપના કાર્યકરો જિલ્લા પ્રમુખ નીલ રાવ, નગરપાલીકા કારોબારી સભ્ય કુલદીપસિંહ ગોહિલ તથા ભાજપાનાં કાર્યક્રો સાથે પતંગ પર્વ ઉજવતા જણાવ્યું હતું કે ભાજપનો જ પતંગ 2026 અને આગામી દિવસોમાં પણ આકાશમાં ચગતો રહેશેજયા સુધી આ પતંગની દોર મોદી સાહેબના હાથમાં છે એને કોઈ કાપી શકશે નહીં. ભાજપ ભારતને વિકસિત ભારત બનાવવા માંગે છે.

સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય ગુજરાતમાં ભાજપની પતંગ પણ જોરશોર થી આકાશમાં ચગશે અને ભાજપ જ વિજયી થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો
જયા સુધી મોદીના હાથમા દોર છે ત્યાં સુધી ભાજપા ની પતંગ કોઇ કાપી નહીં શકે એમ સાંસદ મનસુખ વસાવાએ અને જિલ્લા ભાજપા પ્રમુખ જિલ્લા પ્રમુખ નીલ રાવે અને રાજપીપલા નગરપાલિકા કારોબારી સદસ્ય કુલદીપસિંહ ગોહિલે પણ આશાવાદ ઉતરાણ પર્વે વ્યક્ત કર્યો હતો
તસવીર:દીપક જગતાપ, રાજપીપલા

