પાયોનિયર ક્લબ પોરબંદરના પ્રમુખ પ્રવીણ ભાઈ ખોરાવા તથા લેડીઝ વિંગની ચેરપર્સન ઉમાબેન ખોરાવા ના આર્થિક સહયોગથી અને સાગરપુત્ર સમન્વય તથા પાયોનિયર ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ પોરબંદર શહેરના ૧૪૦૦ થી વધુ હોશિયાર અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માનાર્થે ભવ્ય સમારોહનું આયોજન તારીખઃ રવિવાર, ૧૨ ઓક્ટોબરના મિડલ સ્કૂલ સામે રત્ન સાગર હોલમા ધોરણ ૧ થી ૪નું સવારે ૯:૦૦ કલાકે અને ધોરણ ૫ થી ૯ નુંબપોરે ૪:૦૦ કલાકે કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ સાગરપુત્ર સમન્વય તથા પાયોનિયર ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે અને રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સહયોગથી યોજવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર આયોજન પાયોનિયર ક્લબ પોરબંદરના પ્રમુખ પ્રવીણ ભાઈ ખોરાવા તથા લેડીઝ વિંગની ચેરપર્સન ઉમાબેન ખોરાવા ના આર્થિક સહયોગ અને શિક્ષણ પ્રત્યેના ઉંડા લગાવ સાથે સંભવ બન્યું છે. વર્ષ દરમિયાન તેઓ શહેરની વિવિધ શાળાઓમાં સ્કૂલ યુનિફોર્મ, નોટબુક વિતરણ તથા આર્થિક રીતે નબળા વિદ્યાર્થી ઓની સ્કૂલ ફી ભરવાની સેવા આપી રહ્યા છે.આ સન્માન સમારંભનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થી ઓમાં આત્મવિશ્વાસ, અભ્યાસ પ્રતિ શ્રદ્ધા તથા ભાવિ માટે પ્રેરણા જગાવવાનો છે, જેથી તેઓ આગળ વધુ ઉત્કૃષ્ટ સફળતા હાંસલ કરી શકે. આ અવસરે પાયોનિયર ક્લબ તથા રેડક્રોસ સોસાયટીના પ્રતિનિધિઓ, પોરબંદર શહેરના વિશિષ્ટ શિક્ષણવિદો, શાળાના પ્રિન્સિપાલ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યા જગતને આશીર્વચન આપશે. તમામ શાળા ઓને વિનમ્ર અનુરોધ છે કે તેઓ પોતાના પસંદગીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને નિર્ધારિત સમય મુજબ હાજરી માટે માર્ગદર્શન આપે, જેથી કાર્યક્રમ શિસ્તબદ્ધ અને સફળતા પૂર્વક યોજાઈ શકે તે અનુરોધ છે.
Reporter : વિરમભાઈ કે. આગઠ

