GUJARAT : સાબરકાંઠા SOGએ ૨૫ કિલો વિસ્ફોટક સાથે એકને ઝડપ્યો ઈડરના દેશોતર ચાર રસ્તેથી રૂા.૫૩,૫૯૨નો મુદ્દામાલ જપ્ત

0
18
meetarticle

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના દેશોતર ચાર રસ્તેથી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ એક શખ્સને ૨૫ કિલો વિસ્ફોટક સામગ્રી સાથે ઝડપી પાડયો છે. આરોપી પાસેથી કુલ રૂ ૫૩,૫૯૨ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ઝડપાયેલા આરોપીનું નામ હિતેશ પ્રતાપજી બેચરજી ઠાકરડા (ઉં.વ. ૨૨, રહે. રાઓલ, તા. ઇડર) છે. તેની પાસેથી ૨૫ કિલો નાઇટ્રેટ મિક્સર, ૯ ટોટા, ૧૨ ડિટોનેટર કેપ અને વાયર સહિતની વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.


સાબરકાંઠા SOG ના PI ડી.સી. પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, SOG PS કે.યુ. ચૌધરી, પી.એમ. ઝાલાઅને તેમની ટીમ જી ચાર્ટરની કામગીરી અંતર્ગત જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન અનિરુદ્ધસિંહ અને સુશીલકુમારને બાતમી મળી હતી કે, એક ઇસમ મોટરસાયકલ (રજી. નં. GJ 09 DJ 7634) પર ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રી લઈને દેશોતર ચોકડીથી ઈલોલ તરફ જવાનો છે.આ બાતમીના આધારે જીટ ટીમે દેશોતર ચાર રસ્તે તપાસ ગોઠવી હતી અને શંકાસ્પદ મોટરસાયકલને રોકી તપાસ કરતા વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. આરોપી વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝિવ એક્ટ ૧૯૮૪ ની કલમ 9(B) અને 1(B) હેઠળ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

REPORTER : દુર્ગેશ જયસ્વાલ સાબરકાંઠા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here