GUJARAT : સાબરમતી નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

0
51
meetarticle

હડાદ તાલુકાના ખેરોજ નજીક સાબરમતી નદીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની સરહદ પર બની હતી.
નદીના કિનારે મૃતદેહ તરતો જોવા મળતા સ્થાનિક લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.

આ દ્રશ્ય જોવા માટે પુલ ઉપર મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં જ ખેરોજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે મૃતદેહની ઓળખ કરવા અને મૃત્યુનું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

રિપોર્ટર લક્ષ્મણ ઠાકોર અંબાજી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here