GUJARAT : સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપુત દ્વારા સિદ્ધપુર ખાતે ભવ્ય નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભનું આયોજન

0
46
meetarticle

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારના વર્તમાન ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના સંયોજનમાં આજે સિદ્ધપુર સ્થિત ગોકુલ મિલ પ્રાંગણમાં એક ભવ્ય નૂતન વર્ષ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારંભમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, પ્રદેશ અને સ્થાનિક સ્તરના પક્ષ આગેવાનો, વિવિધ હોદ્દેદારો તથા શ્રી રાજપૂતના સ્નેહીજનોએ ભાગ લીધો અને આ કાર્યક્રમને યશસ્વી બનાવ્યો.

કાર્યક્રમના દરમ્યાન ઉપસ્થિત જનતાને સંબોધિત કરતા બલવંતસિંહ રાજપૂતે નવા વર્ષની શુભકામનાઓ આપી અને સિદ્ધપુર વિસ્તારના વિકાસ માટે તેમની નિરંતર પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવી. તેમણે પક્ષ કાર્યકર્તાઓના અતૂટ સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો અને વિસ્તારના સર્વાંગીણ વિકાસ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી વિવિધ યોજનાઓ અને પગલાંઓ વિશે પણ માર્ગદર્શન આપ્યું.
આ કાર્યક્રમ સિદ્ધપુર વિસ્તારમાં પાર્ટી કાર્યકર્તાઓ અને જનપ્રતિનિધિ વચ્ચેના નિકટના સંબંધો અને એકતાનો પુરાવો બન્યો. સમારંભનું સંચાલન સ્થાનિય પક્ષ નેતાઓ દ્વારા કરવામાં આવ્યું અને કાર્યક્રમની સફળતા પછી ગરમ નાસ્તા અને ચા પાણીથી સર્વેનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આગામી વર્ષનું ફોર કલરમાં સુંદર કેલેન્ડર દરેકને ભેટ આપવામાં આવ્યું હતું

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here