સિદ્ધપુરમાં ગૌ ધન સેવામાં અગ્રેસર રહેતી કામધેનુ ગૌ હોસ્પિટલ દ્વારા શ્રી કામધેનુ મહાદેવ મંદિરના ભૂમિ શુદ્ધીકરણનો પવિત્ર કાર્યક્રમ યોજાયો. આ અવસરે ગૌસેવા, સંસ્કાર અને આધ્યાત્મિકતાનો અદભુત સંગમ જોવા મળ્યો.આ પવિત્ર અને ધાર્મિક કાર્યક્રમમાં માન. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ગૌમાતા અને ભગવાન મહાદેવના ચરણોમાં ભક્તિભાવે નમન કરીને શુભાશિષ પ્રાપ્ત કર્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહંતશ્રી, સંતમંડળ અને ગૌભક્તોએ ભવિષ્યમાં ગૌસેવા અને સંસ્કૃતિના સંરક્ષણ માટે સંકલ્પ લીધો.

બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગૌમાતા એ આપણા જીવનનો આધાર છે આપણે સૌએ સાથે મળીને ગૌસેવાનો સંદેશ દરેક હૃદય સુધી પહોંચાડવો જોઈએ
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, મનિષભાઇ આચાર્ય, નંદુભાઈ માસ્ટર, રણજીતસિંહ સોલંકી, દશરથભાઈ પટેલ, કનુજી ઠાકોર ,સેધુજી ઠાકોર, જશુભાઈ પટેલ, ભરતભાઈ મોદી, મેહુલભાઈ શાહ, દિલીપસિંહ ઠાકોર સહિત મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે શ્રી કામધેનું ગૌ હોસ્પિટલ દિનેશસિંહ ઝાલાની આગેવાનીમાં સમગ્ર તાલુકાના બિમાર ગૌધન માટે તબીબી સારવાર સહિત અગ્રેસર સેવાઓ બજાવી રહ્યું છે

