GUJARAT : સુબીર નાં જોગથવા થી બાઇક ચોરીનો પ્રયાસ: બે ચોર ઝડપાયા, એક ફરાર

0
36
meetarticle

ડાંગ જિલ્લાના સુબીર તાલુકા ના જોગથવા ગામમાં બાઈક ચોરીના એક પ્રયાસને ગ્રામજનોની જાગૃતિને કારણે નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો, જેમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જોગથવાના રહેવાસી સુમનભાઈ પોસલુંભાઈ પવાર (ઉ.વ. ૪૬) એ તેમની હીરો સ્પ્લેન્ડર બાઇક (નં. જીજે.૦૫ ડીઈ ૮૬૬૯૦) ઘરની પજારીમાં મૂકી હતી.
દરમિયાન, નાંદનપેડા ગામના ત્રણ ચોર ઈસમો – ઈરફાન અબ્દુલ રસીદ વાણી, રફીક અબ્દુલ વાણી, અને ભાગી અરસદ વાણી – તેમની યુનિકોર્ન બાઈક (નં. જીજે.૧૫ ડીએન.૩૯૫૫) પર આવીને સુમનભાઈની બાઇક ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સમયે સુમનભાઈ જાગી જતાં તેમણે બૂમાબૂમ કરી હતી, જેથી પડોશીઓ એકઠા થઈ ગયા હતા.
ચોરી કરવા આવેલા ત્રણ પૈકી ઈરફાન વાણી અને રફીક વાણી ને પડોશીઓએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ચોર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. સુમનભાઈ પવારે તમામ ચોર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here