GUJARAT : સુરતથી બેંગકોક જતી ફ્લાઈટમાં જડપાયા 43 લાખના હીરા અને US ડોલરની નોટો, મુસાફરની અટકાયત

0
40
meetarticle

સુરતથી બેંગકોક જતી ફ્લાઈટમાં 43 લાખ લાખના હીરા અને US ડોલરની નોટો સાથે કસ્ટમ વિભાગે એક યુવકને ઝડપી પાડ્યો હતો. આ મામલે 5 ડિસેમ્બરની મોડી રાત્રે સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગને બાતમી મળી હતી. કસ્ટમ વિભાગને યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગને બેંગકોક જતી ફ્લાઈટમાં એક મુસાફર પર શંકા જતાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં યુવકના સામાનમાં ચેક કરતાં બેગમાં રાખેલા જિન્સ પેન્ટના ચોર ખિસ્સામાંથી પોલિશ્ડ ડાયમંડ મળી આવ્યા હતા. વધુમાં યુવક પાસેથી 6 લાખ રૂપિયાના  US ડોલરની નોટ સહિત કુલ 49 લાખના મુદ્દામાલ ઝડપાયો હતો. સમગ્ર મામલે કસ્ટમ વિભાગે યુવકની અટકાયત કરીને પ્રાથમિક પૂછપરછ કરી હતી. સમગ્ર કિસ્સામાં દાણચોરી મામલે કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here