GUJARAT : સુરતમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ, મેલેરીયા, શરદી અને ખાંસીના કેસની OPDમાં સતત વધારો

0
32
meetarticle

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી છે, મેડિસીન ઓપીડી દર્દીઓની સંખ્યાથી ઉભરાઈ ગઈ છે અને હજી અઠવાડિયા બાદ કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે, નવી સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થા રાખવા આરોગ્યમંત્રીની સૂચના છે, એક તરફ વરસાદ અને બીજી તરફ ગુલાબી ઠંડી એટલે ડબલ સિઝનમાં લોકો બીમાર પડી રહ્યાં છે.

સુરતમાં શરદી, ખાંસી અને તાવના દર્દી 30 ટકા વધ્યા

સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં કાર્યરત તબીબો (જનરલ પ્રેક્ટિશનર)ને ત્યાં પણ છેલ્લા એક પખવાડિયામાં શરદી, ખાસી, તાવના દર્દી ૩૦ ટકા વધ્યા છે. સામાન્યપણે ૫૦ દર્દી આવતા હોય તો હાલમાં તે વધીને 70 થી 80 થઇ ગયા છે. તેમાં શરદી, ખાસી, તાવ, માથાનો દુખાવો, શરીરમાં કમજોરીના કિસ્સા વધ્યાં છે. છેલ્લા પાંચ દિવસથી વાયરલના ૯૦ ટકા કેસ આવી રહ્યા છે.

ઘર વપરાશના પાણી ભરેલ પાત્રોને અઠવાડિયામાં એક વાર ખાલી કરવું

આ ઉપરાંત મચ્છરજન્ય બીમારી જેવી કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાથી બચવાના ઉપાય વિશે પણ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત તળાવ, નદી નાળાં, હવાડા, કેનાલમાં પાણી ભરાયેલ હોય તો તેમાં ગપ્પી માછલી નાખવી જેથી કરીને તેનાં થકી મચ્છરના પોરાનો નાશ કરી શકાશે. અઠવાડિયામાં એક વાર ઘરની આસપાસ, ઘરની અંદર અને ધાબામાં ભરાયેલા પાણીને ખાલી કરવાનું અને ઘર વપરાશના પાણી ભરેલ પાત્રોને અઠવાડિયામાં એક વાર ખાલી કરી, સુકવી ફરી ભરવા માટે જણાવવામાં આવી રહ્યું છે.

મચ્છરદાનીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી

આ ઉપરાંત રાત્રે સુવામાં મચ્છરદાનીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. દિવસે બહાર નીકળો ત્યારે સંપૂર્ણ શરીર ઢંકાય તેવાં કપડાં અને બૂટ મોજા પહેરવાથી મચ્છરના ડંખથી બચી શકાય છે. વધુમાં નકામો કચરો, ભંગાર, પ્લાસ્ટિક અને પક્ષિકુંજનો વરસાદ પહેલાં યોગ્ય નિકાલ કરો જેથી પાણી ભરાશે નહિ અને મચ્છર થશે નહિ, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગરમ અને તાજો ખોરાક ખાવા અપીલ કરવામાં આવી

પીવાના પાણીમાં ક્લોરીન ટેબલેટ નાખવી, તેમજ બીમાર દર્દીઓ હોય તો ઓ.આર.એસ (ORS), વિતરણ તથા સ્વચ્છતા બાબતે આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળા બાબતે લોકોએ ધ્યાનમાં રાખવાની બાબતોની જાણ કરવામાં આવી રહી છે. જે મુજબ પાણી ઉકાળીને અથવા ક્લોરીનવાળું પીવા માટે ઉપયોગમાં લેવું. જમતાં પેહલાં હાથ અવશ્ય સાબુથી ધોવા, માખીનો ઉપદ્રવ ન થાય તે માટે કાદવ-કીચ્ચડ ન થાય તે જોવું અને ખોરાક ઢાંકીને રાખવો. ગરમ અને તાજો ખોરાક ખાવા અપીલ કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here