GUJARAT : સુરત પાલિકાની વધુ એક મિલકતમાંથી યુનિયનનો ગેરકાયદે કબજો દૂર કરી મિલકતનો કબજો લેવાયો

0
34
meetarticle

સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સાંઈબાબા મંદિર પાસે આવેલી પાલિકાની વધુ એક મિલકતમાં વર્ષોથી યુનિયનોએ કબજો જમાવ્યો હતો. તેને ખાલી કરવા માટે તબક્કાવાર નોટિસ આપ્યા બાદ પાલિકાએ આજે સવારે આ મિલકતનો કબજો લઈ લીધો છે. યુનિયન દ્વારા વાંધા સાથે નોટિસ સ્વીકારી સમય માંગ્યો હતો જોકે, પાલિકાએ ત્રણ વખત નોટિસ બાદ પણ મિલકત ખાલી ન કરતા આજે મિલ્કત પાલિકા હસ્તગત કરી લીધી છે. પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.12, નોંધ નં.1107 વાળી મિલ્કત ગ્રાઉન્ડ ફલોર સાથે એક માળવાળી મિલકત જે ઈશ્વર નાયક ભવન તરીકે ઓળખાઈ છે તેનો ઉપયોગ સુરત સુધરાઈ કામદાર (સ્ટાફ) મંડળ દ્વારા કરવામાં આવતો હતો. આ મિલકત યુનિયનોને 1960 થી 1965 ની આસપાસ લીઝ પર આપવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ કોઈ લીઝ રીન્યુ કરવામાં આવી ન હતી. આ ઉપરાંત ઓફિસ પર કબજા માટે કોઈ કાયદાકીય પ્રક્રિયા પણ કરવામાં આવી ન હતી

છેલ્લા ઘણા સમયથી પાલિકા કેમ્સમાં યુનિયનો દ્વારા ગેરકાયદે ઉપયોગ થતી હતી. તેવી 11 મિલ્કતને નોટિસ આપી ખાલી કરાવવા જણાવ્યું હતું. જોકે, યુનિયનો દ્વારા મિલકત ખાલી કરવાના બદલે તાળા મારી જતા રહ્યાં હતા. પાલિકાએ પોલીસ સાથે મળીને રાતોરાત આ મિલકત ખાલી કરાવી તેમાં પાલિકાની વિવિધ કચેરીની કામગીરી પણ ચાલુ કરાવી દીધી હતી. 

આ મુદ્દે યુનિયનો દ્વારા કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા પરંતુ તેમાં સફળતા મળી ન હતી. દરમિયાન પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલી વધુ એક મિલકત યુનિયન દ્વારા લીઝ રીન્યુ કરાવ્યા વિના લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. પાલિકાએ આ મુદ્દે તપાસ શરુ કરાવી હતી અને તેમાં નિયમ વિરૂધ્ધ કબ્જો હોવાનું બહાર આવ્યું હતું. પાલિકાએ આ મિલકત ખાલી કરવા માટે ત્રણ નોટિસ આપી હતી. ગઈકાલે નોટિસ આપ્યા બાદ પાલિકાએ આજે સવારે આ મિલકતનો કબજો લઈ લીધો છે. આમ પાલિકાએ યુનિયનો દ્વારા કોઈ પણ જાતના લીઝ રીન્યુ કર્યા વિના ઉપયોગમાં આવતી વધુ એક મિલકત ખાલી કરાવી દીધી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here