GUJARAT : સુરેન્દ્રનગરમાં ખેલ મહાકુંભમાં રમતા એસઆરપીનું હાર્ટ-એટકથી મોત

0
58
meetarticle

સુરેન્દ્રનગરમાં ચાલી રહેલા ખેલ મહાકુંભ દરમિયાન ગાંધીનગર એસ.આર.પી.માં ફરજ બજાવતા પોલીસકર્મી રાઘવદાસ તુલસીદાસ વૈષ્ણવનું લોંગ ટેનિસ રમતી વખતે હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. તેઓ મૂળ પાટડીના વતની હતા અને દર વર્ષે રમતોમાં ભાગ લેતા હતા.

સુરેન્દ્રનગર જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં લોંગ ટેનિસની રમત ચાલી રહી હતી ત્યારે રાઘવદાસ વૈષ્ણવ અચાનક બેભાન થઈને ઢળી પડયા હતા. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેમને સુરેન્દ્રનગરની સી.યુ. શાહ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર હાર્ટ એટેકને કારણે ડોકટરો તેમને બચાવી શક્યા ન હતા અને તેમને મૃત જાહેર કર્યા હતા. રાઘવદાસ વૈષ્ણવ હાલ ગાંધીનગર એસઆરપીમાં ફરજ બજાવતા હતા.

ઉલ્લેખનીય છે કે શિયાળામાં સૌથી વધુ સાવધાન હાર્ટ પેશન્ટ રહેવું જોઈએ. કારણ કે ઠંડીના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. ઠંડીના કારણે લોકો શારીરિક પ્રવૃત્તિઓ ઓછી કરી નાખે છે. જેના કારણે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here