GUJARAT : સુરેન્દ્રનગર ACB એ તત્કાલીન મામલતદાર અને કલેક્ટર સહિત ૪ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો, તપાસ માટે SITની રચના

0
31
meetarticle

સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ તત્કાલીન મામલતદાર, કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર સહિત કુલ ૪ અધિકારીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


​આ કેસની વિગત મુજબ, આરોપીઓમાં (૧) ચાંદસિંહ મોરી – તત્કાલીન મામલતદાર (વર્ગ-૨), (૨) રાજેશકુમાર મહેન્દ્રભાઈ પટેલ – તત્કાલીન કલેક્ટર (વર્ગ-૧), (૩) મયુર જે. પારેખ – તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર (વર્ગ-૨), અને (૪) જશરાજસિંહ ઝાલા – તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર (વર્ગ-૨) નો સમાવેશ થાય છે. આ અધિકારીઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.
​આ હાઈ-પ્રોફાઈલ કેસની ગંભીરતાને ધ્યાને લેતા, ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરો દ્વારા એક ખાસ તપાસ ટીમ (S.I.T.) ની રચના કરવામાં આવી છે. આ ટીમમાં મદદનીશ નિયામક શ્રી એસ.જે. પંડ્યાના નેતૃત્વ હેઠળ કુલ ૬ અનુભવી પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ આ કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરશે. ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધાતા સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here