ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના ૫૫માં જન્મ દિન નિમિતે દિયોદર તાલુકાના મીની અંબાજી સણાદર મંદિર ખાતે સર્વ સમાજ દ્વારા આયોજિત રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું જેમાં સર્વ સમાજના આગેવાનોની હાજરીમાં તેમજ મોમાઈ મોરા મહંત શુભમગીરી બાપુ ,નાના કાપરા મહંત કુરશીગિરી બાપુ, સણાદર મહંત અંકુશગીરી બાપુ,દ્વારા દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિર ખુલ્લી મૂકવામાં આવેલ આ રક્તદાન શિબિર કેમ્પમાં સર્વ સમાજના યુવાનોએ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે રક્તદાન એ મહાદાન ના ભાગરૂપે લોકોએ રક્તદાન કરી એક સંદેશો આપ્યો હતો આ રક્તદાન શિબિરમાં સેવાભાવી શિક્ષક જામાભાઈ પટેલે 78મી વખત રક્તદાન કરી યુવાનોને રક્તદાન કરવા આહવાન કર્યું હતું જેમાં આ રક્તદાન શિબિર માં ૧૧૫૮ બોટલ રક્ત એકઠું થયું હતું જે રક્ત વિવિધ જરૂરિયાત લોકોને મદદ રૂપ થઈ શકે તે માટે મોકલવામાં આવેલ જેમાં આ રક્તદાન કેમ્પમાં ૧૨૦ લોકોએ અંગદાન કરવાની જાહેરાત કરી એક સેવાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ રક્તદાન શિબિરમાં ૨૪૮ લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિહ વાઘેલા ,બનાસ બેંક ચેરમેન ડાયાભાઈ પીલીયાતર,કનુભાઈ વ્યાસ , પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી,રૈયા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી,બનાસ ડેરીના ડિરેક્ટર રમીલાબેન ચૌધરી,તા પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા , ડૉ હસુભાઈ પટેલ,ભરતભાઈ ઠાકોર (વકીલ) વગેરે આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

- સણાદર ધામમાં સ્વછતા અભિયાન થકી સ્વછતા નો સંદેશ આપ્યો
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ૫૫માં જન્મ દિન નિમિતે મીની અંબાજી સણાદર ધામ ખાતે સર્વ સમાજ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું જેમાં ધાર્મિક મંદિરમાં સાફ સફાઈ કરી સ્વછતા નો એક સંદેશ આપ્યો હતો જેમાં ૫૫ જેટલા વૃક્ષ નું વાવેતર કરી વૃક્ષ વાવો વૃક્ષ બચાવો સંકલ્પ લીધો હતો

