ગુજરાતના ખેડૂતોની વેદના ને વાચા આપવા માટે થઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સોમનાથ થી કિસાન આક્રોશ યાત્રા ની શરૂઆત થઈ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા ની આગેવાનીમાં વેરાવળ ખાતે સૌપ્રથમ કિસાન સભાનું આયોજન થયું હતું. ત્યારબાદ સૌ આગેવાન શ્રીઓ અને યાત્રામાં જોડાનાર સૌએ સોમનાથ દાદાના દર્શન કરીને યાત્રાની શરૂઆત કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્યમા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે ખેડૂતો સરકાર પાસે સંતોષકારક સહાયની આશા રાખીને બેઠી છે બીજી તરફ વિપક્ષ પણ ખેડૂતોને સહાય અને પાકધિરાણ માફ કરવાના મુદે આક્રમક વલણ દાખવી રહી છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝન લળવાની સમય દરમિયાન જ કમોસમી વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમા નુકશાન થયું છે ખાસ કરીને મગફળી , સોયાબીન, કપાસ સહિતના પાકોને સંપૂર્ણ નુકશાન થયું છે અને વધીને અનેક વિસ્તારોમા શિયાળાની સિઝનના પાકો જેમ કે જીરુના પાકને કમોસમી વરસાદના લીધે નુકસાન થતુ છે જેને કારણે ખેડૂતોને વર્ષ દરમિયાન ઘરનુ ગુજરાન ચલાવવા મુશ્કેલ બનશે તેમજ માલ ઢોર માટે ચારાની મોટી સમસ્યાઓ ઉદભવવાની ભીતિ વર્તાતા ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના આ તમામ પ્રકારની લાગણીને ધ્યાને લઈને ઉપરોક્ત હક્ક માટે “કિસાન આક્રોશ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે.

આ યાત્રાનું પ્રસ્થાન આજ રોજ તા. 6 નવેમ્બર, ભગવાન સોમનાથના આશીર્વાદથી થયું અને 13 નવેમ્બરે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી સમાપન થશે.
આ યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે અને ખેડૂતો, ખેત મજૂરો, સાગર ખેડુઓ તથા પશુપાલકોની મુશ્કેલીઓ અને હકોની માંગને સરકાર સુધી પહોંચાડશે.

રાજ્યમાં અતિવૃષ્ટિ, વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે મગફળી, કપાસ, ડાંગર, સોયાબીન, ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે.સરકાર માત્ર જાહેરાતો કરે છે, પરંતુ ખેડૂતોને ચુકવણી સમયે ફક્ત 30 થી 35 ટકા સહાય જ મળી રહી છે ઉપરાંત વર્ષ 2020થી પાકવિમા યોજના બંધ હોવાથી ખેડૂત સંપૂર્ણપણે સરકારની દયા પર નિર્ભર બન્યા છે.

કોંગ્રેસ પક્ષની 8 મુખ્ય માંગણીઓ:
- ખેડૂતોનું દેવું માફ કરો: જેમ મનમોહનસિંહ સરકારે 72,000 કરોડ ખેડૂતોના દેવા માફ કર્યા હતા તેમ જ ગુજરાતના ખેડૂતોના દેવા પણ પૂર્ણ માફ કરવામાં આવે.
- પાકવિમા યોજના તાત્કાલિક શરૂ કરો 2020થી ગુજરાતમાં બંધ છે – પરંતુ દેશના બાકીના રાજ્યોમાં ચાલુ છે.
- ખેડૂતોને સીધી સહાય: કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજ વધુ છે – તેથી ટેકાના ભાવના માપદંડમાં રાહત આપવી અથવા દર ખેડૂતને રૂ. 1,35,000 થી રૂ. 1,50,000 સુધીની સહાય સીધી જમા કરવી.
- ખોટી જમીન માપણી રદ્દ કરો: ભાઈ-ભાઈ વચ્ચે ઝગડા ઊભા કરનાર ખોટી જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવી.
- જમીન સંપાદન કાયદામાં સુધારણા: ઉદ્યોગપતિઓ માટે 2013નો કાયદો રદ્દ કર્યો છે – ખેડૂતોની જમીન અને સોલાર, વિન્ડ ફાર્મ કંપનીઓની દાદાગીરી સામે કડક નીતિ બનાવવી.
- નકલી બિયારણ-દવા પર લગામ: નકલી ખાતર, દવા, બીજના માફિયાઓ સામે કડક કાર્યવાહી કરીને ગુણવત્તાયુક્ત ખાતરની સુલભતા સુનિશ્ચિત કરવી.
- પશુપાલકોને સહાય: પશુદાણ, ઘાસચારો અને દૂધમાં સબસીડી આપવી હિમાચલની જેમ દૂધના ટેકાના ભાવ નક્કી કરવા.
- સાગર ખેડુઓ અને ખેતમજૂરો માટે વળતર: કમોસમી વરસાદના કારણે સાગર ખેડુઓ અને ભાગીયું વાવેતર ધરાવતા મજૂરોને પણ વળતર આપવું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજી દેસાઈ, ખેડૂત આગેવાનશ્રી પાલભાઈ આંબલીયા, પૂર્વ ધારાસભ્ય અને એ.આઈ.સી.સી. મંત્રીશ્રી રૂત્વિકભાઈ મકવાણા, ધારાસભ્યશ્રી વિમલ ચુડાસમાં, પૂર્વ ધારાસભ્યશ્રી પૂજાભાઈ વંશ, શ્રી લલિતભાઈ કગથરા, શ્રી લલિત વસોયા સહિતના કોંગ્રેસના સૌરાષ્ટ્રના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં સૌ કોઈએ સંકલ્પ કર્યો હતો કે ખેડૂતોની આ ન્યાયિક લડાઈ સડકથી લઈને વિધાનસભા સુધી કોંગ્રેસ પક્ષ લડવા સંકલ્પબધ્ધ છે.
હેમાંગ રાવલ
મીડીયા કોર્ડીનેટર અને પ્રવક્તા

