રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ તેમના ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસના બીજા દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે સોમનાથ ખાતે આવી પહોંચતા ત્રિવેણી હેલિપોર્ટ ખાતે તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

હેલિપોર્ટ ખાતે પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાય અને જિલ્લા પોલીસવડા શ્રી જયદિપસિંહ જાડેજાએ રાષ્ટ્રપતિશ્રીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતાં.
REPOTER : દિપક જોષી, ગીર સોમનાથ

