GUJARAT : સૌરાષ્ટ્ર-કચ્છમાં રોકાણનો ‘યહી સમય, સહી સમય’ : મોદી

0
26
meetarticle

ભારત ઝડપથી વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે, સૌરાષ્ટ્ર-કચ્છ દેશના વિકાસનું મુખ્ય આકર્ષણ છે ત્યારે ઉદ્યોગપતિઓને અહીં રોકાણ માટે યહી સમય હૈ, સહી સમય હૈ તેમ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્રે જણાવ્યું હતું.

રાજકોટથી ૧૧ કિ.મી.ના અંતરે મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટીમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજિયન સમિટ- સૌરાષ્ટ્રકચ્છના આજે ઉદ્ધાટન બાદ ઉપસ્થિત રોકાણકારો,મહાનુભાવોને સંબોધન કરતા તેમણે જણાવ્યું કે ગુજરાતમાં વિકાસ ભી, વિરાસત ભી એમ કહીને આ પ્રદેશ માત્ર ભારતના વિકાસનું મુખ્ય આકર્ષણકેન્દ્ર બન્યું છ અને દેશને વિશ્વભરમાં મેન્યુફેક્ચરીંગ હબ બનાવવામાં આ પ્રદેશની ભુમિકા ખૂબ મોટી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં રોકેલી પાઈ પાઈ શાનદાર વળતર આપશે.ઈ.૨૦૦૩માં ગુજરાતમાં સૌપ્રથમવાર મુખ્યમંત્રી તરીકે વાઈબ્રન્ટ સમિટ યોજનાર અને આ સમિટનો રાજ્યના જુદા જુદા વિભાગોની આગવા પોટેન્શિયલને પર્ફોમન્સમાં બદલવાનો જણાવીને વડાપ્રધાને કહ્યું ગુજરાતમાં નેચર, એડવેન્ચર,કલ્ચર અને હેરિટેજનું અદ્ભૂત મિશ્રણ છે. અહીં લોથલમાં  નેશનલ મેરિટાઈમ હેરિટેજ ૪૫૦૦ વર્ષ પુરાની દરિયાઈ વિરાસતનું પ્રતિક છે, કચ્છ રણોત્સવ, ગીર અભ્યારણ્ય, બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ શિવરાજપુર બીચ, માંડવી, સોમનાથ, દ્વારકા, દિવ પ્રવાસીઓના પ્રિય ડેસ્ટીનેશન છે,વ્યુહાત્મક મહત્વ ધરાવતા સૌરાષ્ટ્ર-કચ્છ વિશ્વસ્તરીય બંદરોથી સજ્જ છે, કચ્છમાં પ્રવાસીઓને આકર્ષતા રણોત્સવ છે તો ૩૦ ગીગા વોટનું રિન્યુએબલ એનર્જી પાર્ક દુનિયાનો સૌથી મોટો છે. પીપાવાવ અને મુંદ્રા દેશના ઓટોમોબાઈલ એક્સપોર્ટના હબ બની ચૂક્યા છે,  જામનગર-કચ્છ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનના મોટા કેન્દ્રો બની રહ્યા છે અને રિન્યુએબલ એનર્જી સાથે ગ્રીડ સ્ટેબિલિટી સુનિશ્ચિત થઈ રહી છે. મેન્યુફેક્ચરીંગ હબ રાજકોટમાં જ ૨.૫૦ લાખથી વધુ એમએસએમઈ છે અને સ્ક્રૂ ડ્રાઈવરથી માંડી રોકેટના પાર્ટ્સ રાજકોટમાં બને છે, જ્વેલરી વિશ્વપ્રસિધ્ધ છે. સિરામીકનું વિશ્વભરમાં હબ મોરબી તથા રાજકોટ,જામનગર મીના જાપાન બનશે વર્ષો પહેલાની કહેલી વાત માન્યામાં ન્હોતી આવતી તે આજે હકીકત બન્યાનું ઉમેર્યું હતું. 

પડકારો ગમે એટલા મોટા હોય પણ પ્રમાણિકતા અને પુરુષાર્થથી સફળતા જરૂર મળે છે તે સૌરાષ્ટ્ર-કચ્છે શિખવ્યું છે જ્યાં ૨૦૦૧નો ભીષણ ભૂકંપ અને પાણીની તીવ્ર તંગી, વિજળીના ઠેકાણા નહીં તેવી અનેક સમસ્યા અગાઉ જોઈ છે જે આજના યુવાનોને ખબર પણ નથી. આ પ્રદેશે પરિશ્રમથી પોતાનું ભાગ્ય બદલ્યું છે.તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં ઉદ્યોગોની સાથે સજ્જ માનવબળ તૈયાર થાય છે,  દેશની પ્રથમ ડિફેન્સ યુનિ., ગતિશક્તિ યુનિ. દરેક ક્ષેત્રે માનવબળ તૈયાર થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ગુજરાતમાં પોતાના કેમ્પસ શરુ કર્યા છે.વિશ્વમાં અસ્થિરતા વચ્ચે ભારતમાં અભૂતપૂર્વ નિશ્ચિતતા રહી છે જેને ફિચ જેવી એજન્સીએ બિરદાવી છે. રાજકીય સ્થિરતા છે તેમ કહીને વડાપ્રધાને દેશની સિધ્ધિઓ વર્ણવતા કહ્યું કે ડેટા આધારિત ઈનોવેશન, એઆઈ રિસર્ચ, સેમીકન્ડકન્ટરની ઉત્પાદન વગેરેમાં ભારત વૈશ્વિક કેન્દ્ર બન્યું છે. તો સોલાર પાવર,મેટ્રો નેટવર્કમાં વિશ્વમાં ભારત ટોપ-૩માં છે, રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્રને લીધે આજે વૈશ્વિક સંસ્થાઓ ભારતમાં રોકાણ કરવા તત્પર છે, લોકોની ખરીદ શક્તિ વધી છે, ફૂગાવો નિયંત્રણમાં છે, દેશમાં વિજમાંગને પહોંચી વળવા ન્યુક્લિયર પાવર સેક્ટરમાં સુધારા કરાયા છે,ખાનગી ભાગીદારી માટે ખુલ્લી મુકાઈ છે.

કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ, સાંસદો, મંત્રીઓ, સચિવ, વિવિધ જિલ્લાના કલેક્ટરો, વિદેશી રોકાણકારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

– રાજકોટમાં મેડીકલ ડિવાઈસ પાર્કનું ઉદ્ઘાટન, 7 નવી જીઆઈડીસી બનશે

રાજકોટ: રાજકોટ નજીક નાગરપર ગામ પાસે ૩૩૬ એકર જમીનમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ‘મેડીકલ ડિવાઈસ પાર્ક’નું ઉદ્ધાટન કરાયું હતું. જ્યારે આ કાર્યક્રમમાં જી.આઈ.ડી.સી. દ્વારા મોરબી, રાજકોટ, ભાવનગર, સાવરકુંડલા, કચ્છ, સુરેન્દ્રનગર અને જામનગર એમ ૭ સ્થળે નવા સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થાપવાની જાહેરાત કરાઈ હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here