GUJARAT : સ્કૂટર સવાર બૂટલેગરો ઝડપાયા: વલસાડના ઠક્કરવાડા-કલવાડા રોડ પર SMC ની રેડ, ₹૮.૪૬ લાખના દારૂ અને ૫ મોપેડ સહિત ૫ આરોપીઓ પકડાયા

0
35
meetarticle

​રાજ્ય મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન કાયદા હેઠળ કાર્યવાહી કરીને દારૂની હેરાફેરી કરતા ૫ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
​વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના ઠક્કરવાડાથી કલવાડા ગામ તરફના રોડ પર અતુલ ફળિયા નજીક SMC ના પીએસઆઈ આર.જી. વસાવા અને ટીમે વોચ ગોઠવી હતી.
​ સ્થળ પરથી દમણ અને નાસિકની બનાવટની વિવિધ બ્રાન્ડની ૨,૨૦૩ વિદેશી દારૂની બોટલો (કિં. રૂ. ૬,૦૧,૯૨૯/-) મળી આવી હતી.


​ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા ૫ મોપેડ (સ્કૂટર) સહિત ૫ મોબાઇલ ફોન જપ્ત કરાયા હતા. કુલ મુદ્દામાલની કિંમત રૂ. ૮,૪૬,૯૨૯/- થાય છે.
​ પોલીસે દારૂની હેરાફેરી કરતા વાયરલ હળપતિ, આશિષ પટેલ, સાગર પટેલ, શુભમ સિંહ અને મનસિંગ સિંહ સહિત કુલ ૫ આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ પલસાણા અને ખડકી વિસ્તારના રહેવાસી છે.
​ દારૂનો મુખ્ય સપ્લાયર કુણાલ ઉર્ફે લાલુ પટેલ અને રિસીવર અંકિત (રહે. વાઘલધરા) ને વોન્ટેડ જાહેર કરાયો છે.
​SMC દ્વારા તમામ પકડાયેલા આરોપીઓ અને મુદ્દામાલને વધુ કાર્યવાહી માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here