GUJARAT : સ્વસ્થ નારી, સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિરમગામ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે

0
113
meetarticle

સ્વસ્થ નારી, સશક્ત પરિવાર પખવાડિયું” તારીખ: 17 સપ્ટેમ્બર થી 2 ઑક્ટોબર 2025 દરમ્યાન અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.

ગુજરાત રાજ્યમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર પખવાડિયું”નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત માતા અને બાળકના સ્વસ્થ જીવન તથા સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ રસીકરણ અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં 17 સપ્ટેમ્બર 2025 – મહા મમતા દિવસ : સગર્ભા માતાઓનું TD રસીકરણ, 20 સપ્ટેમ્બર 2025 – પંચગુણી રસીકરણ, 24 સપ્ટેમ્બર 2025 – પોલિયો (OPV-IPV) રસીકરણ, 25 સપ્ટેમ્બર 2025 – ઓરી અને રૂબેલા રસીકરણ, 1 ઑક્ટોબર 2025 – મહા મમતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પખવાડિયા અંર્તગત સગર્ભા માતાઓ અને બાળકોમાં વિવિધ પ્રકારના રોગો સામે રક્ષણ અને રસીકરણના મહત્વ અંગે જન-જાગૃતિ લાવવામાં આવશે. માતા અને બાળકના સ્વસ્થ જીવન તથા રોગપ્રતિકારક શક્તિ માટે દરેક રસી અનિવાર્ય છે. રસીકરણથી બાળકને અનેક ગંભીર બીમારીઓથી રક્ષણકવચ મળે છે. રસીકરણથી વંચિત માતાઓ અને બાળકોએ નજીકના આયુષ્યમાન આરોગ્ય મંદિર અથવા આરોગ્ય કર્મચારી અથવા આશા બહેનનો સંપર્ક કરવો. આ અભિયાનમાં તમામ માતાઓ, બાળકો તથા લાભાર્થીઓને સહભાગી થવા અનુરોધ કરવામાં આવે છે.

REPOTER : વંદના નીલકંઠ વાસુકીયા, વિરમગામ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here