GUJARAT : હાંસોટના સાહોલ ગામે શેરડીના ખેતરમાં દીપડાના બચ્ચાની એન્ટ્રી: વન વિભાગે પાંજરું ગોઠવતા ‘માતા’ દીપડાની પ્રતીક્ષા, ગ્રામજનોમાં ફફડાટ

0
26
meetarticle

હાંસોટ તાલુકાનું સાહોલ ગામ અત્યારે વનરાજની દહેશત હેઠળ ધ્રૂજી રહ્યું છે. સાહોલની સીમમાં જ્યારે શેરડી કટિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે અચાનક દીપડાનું એક માસૂમ બચ્ચું શ્રમજીવીઓની નજરે પડતા દોડધામ મચી ગઈ હતી. માતાથી વિખૂટા પડેલા આ બચ્ચાને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા, પરંતુ દીપડી નજીકમાં જ હોવાની ભીતિએ શ્રમજીવીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.


​ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમે સ્થળ પર દોડી જઈ બચ્ચાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. વન વિભાગે અત્યંત ચતુર વ્યૂહરચના અપનાવીને માતા દીપડીને પકડવા માટે ખેતરમાં પાંજરું ગોઠવ્યું છે અને તેમાં બચ્ચાને સુરક્ષિત રીતે રાખ્યું છે, જેથી બચ્ચાના અવાજથી પ્રેરાઈને માતા પાંજરામાં કેદ થઈ શકે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે. વન વિભાગે ગ્રામજનોને રાત્રિના સમયે ખેતરમાં ન જવા અને સતર્ક રહેવા કડક સૂચના આપી છે. શું વન વિભાગની આ ટ્રેપમાં દીપડી કેદ થશે કે કેમ? તે જોવું રહ્યું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here