દાંતાના રાજવી પરિવારે હાઈકોર્ટના સનાતન ધર્મ વિરુદ્ધના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. રાજવી પરિવારે જણાવ્યું કે તેઓ આ નિર્ણય સામે ડબલ બેન્ચ અને જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવા તૈયાર છે. આ નિર્ણય 850 વર્ષથી વધુ સમયથી ચાલતી અષ્ટમી પૂજા પર રોક લગાવે છે.

રાજવી પરિવાર અનુસાર, આ અષ્ટમી પૂજા 111 વિક્રમ સંવતથી એટલે કે 40 પેઢીઓથી ચાલી આવે છે. આ પૂજા વર્ષમાં માત્ર એક જ વખત કરવામાં આવે છે, જેમાં પરિવાર સાથે સર્વધર્મના લોકો હવનમાં ભાગ લે છે રાજવીએ કહ્યું કે, “અમારા પૂર્વજોએ મંદિર માટે બલિદાન આપ્યું છે. અમે હજુ આ નિર્ણયનો અભ્યાસ કરી રહ્યા છીએ અને ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું.” તેમણે હિન્દુત્વની સરકારને પણ અપીલ કરી કે હિન્દુ ધર્મને પ્રતિબંધિત ન કરે રાજવીએ ભારપૂર્વક જણાવ્યું કે આ આસ્થા ફક્ત તેમના પરિવાર પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર સમાજ અને સર્વ સમાજના લોકોની છે. તેમણે દાવો કર્યો કે ત્રણ લોકોએ “હસી મજાકમાં” કોર્ટમાં આ નિર્ણય લઈ લીધો છે રાજવી પરિવારે સ્પષ્ટતા કરી કે તેઓ જ્યારે પૂજા કરે છે ત્યારે મંદિર બંધ રાખતા નથી અને તેમની પૂજા દિવસ દરમિયાન ખુલ્લા મંદિરમાં થાય છે. તેમણે અન્ય વિધિઓ, જેમ કે પ્રક્ષાલન વિધિ કે રાત્રિ પૂજામાં મંદિર બંધ રાખીને VIP અને બહારના લોકોને પ્રવેશ આપવાનો ઉલ્લેખ કર્યો, જે નાગર બ્રાહ્મણો દ્વારા બંધ મંદિરમાં કરવામાં આવે છે.
પ્રતિનિધિ : લક્ષમણ ઝાલા

