GUJARAT : હું શ્વાસ ચાલે ત્યાં સુધી રામને ગાતો રહીશ:પુ મોરારિબાપુ

0
16
meetarticle

પુ બાપુએ સાતમા દિવસની રામકથાના ચિંતનમાં એક જીજ્ઞાસા કે જેમાં પોતાના પરિવારમાં કોઈ બેન એમ કહે તેમના પરિવારમાં બધાને રામમાં શ્રદ્ધા નથી. પણ ઘરમાં માનસનુ સ્થાપન થયેલું છે.તેમના ઈસ્ટ બીજા છે તો પણ આપણી પાસે માનસ હોય અને માનસની ચોપાઈ અને દોહા સોરઠા ઉપર આપણી આંગળી પડતી રહે તો પણ આપનું જીવન ધન્ય થઈ જાય છે. મહારાષ્ટ્રના ગુલાબરાવ મહારાજનું ઉદાહરણ પ્રસ્તુત કરીને આ વાત બાપુને સમજાવી હતી. સાથે એ પણ કહ્યું કે કથા એ જીવનનું સત્ય છે. આ વાણી જગત કલ્યાણ માટે છે જેથી તેનું વચન અન્યથા નથી જતું.અધ્યાત્મ્યમાં તકરાર ન હોય. જ્યાં અધર્મ હોય ત્યાં વિવાદ હોય. કોઈ પ્રવચનો કરવા માટે નહીં કથા નથી કે પછી અન્ય કોઈ હેતુ માટે નહીં પણ પ્રેમ માટે કથા સાંભળો. હું સતત માનસને ગાતો રહું છું માટે શ્વાસ ચાલે છે. છેલ્લા શ્વાસ સુધી ગાતા રહેવાનો મનોરથ છે. આજે જે લોકો કથાને ગાઈ છે પછી તેમને જ્યાંથી મળ્યું છે તેનો ઉલ્લેખ પણ સવિવેક કરતાં નથી તે જરૂરી છે.


70 વર્ષ પહેલા રામકથાના સંદર્ભમાં કેટલું લખાતું હતું ?! કેટલું બોલાતું હતું અને આજે શું સ્થિતિ છે તેની તુલનાત્મક વાત પણ બાપુએ રજૂ કરી હતી. રામાયણ સિરીયલના નિર્માતા રામાનંદ સાગર જ્યારે વ્યાસપીઠની પાસે આવે છે અને જણાવે છે કે આ સીરીયલ વ્યાસપીઠથી પ્રેરિત થઈને નિર્માણ થઈ રહી છે. તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો એ આવકાર્ય છે

REPOTER : દ્વારકા ( તખુભાઈ સાંડસુર દ્વારા)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here