ભાજપના સુરતથી સાંસદ મુકેશ દલાલે હેલ્મેટ પર એક નિવેદન આપ્યુ કે, હાલમાં રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવામાંથી મૂક્તિ આપી છે. તો બીજી તરફ સુરતના પોલીસ કમિશ્નર અનુપમ ગેહલોતે કહ્યું કે,આવું કંઇ નથી. હવે સવાલ એ ઉભો થાય છે કે સાંસદ જેવા જવાબદાર પદ પર હોવા છતા મુકેશ દલાલે પ્રજાને ગેરમાર્ગે દોરતું નિવેદન આપ્યું.દલાલે મીડિયા સાથેની વાતચીતમાં એવું પણ કહ્યું હતું કે સુરતના 12 ધારાસભ્યોએ સરકારને હેલ્મેટમાંથી મૂક્તિ આપવા માટે રજૂઆત કરી હતી એટલે બધા ધારાસભ્યોનો હું આભાર માનું છું.ગુજરાત સરકારે કોઇ પણ એવી સત્તાવાર જાહેરાત કરી નથી કે, રાજ્યમાં હેલ્મેટ પહેરવાથી મૂક્તિ છે તો મુકેશ દલાલે સમજ્યા વગર આવું નિવેદન કેવી રીતે આપી દીધું?

REPORTER : સુનિલ ગાંજાવાલા

