GUJARAT : 13 દુકાનના બાંધકામ દિન 10 માં દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ

0
45
meetarticle

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર કરવામાં આવેલા બાંધકામ દબાણ દૂર કરવા અંગેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના ટીપી સ્કીમ નં.૧ ટૂંકી ગલીથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી ૧૩ દુકાનના બાંધકામ દિન ૧૦માં દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. 

આ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ નંબર ૧માંથી પસાર થતા ૧૫.૨૪ કિલોમીટરના ટીપી રોડ, આણંદ ટૂંકી ગલીથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી સાર્વજનિક રોડ ઉપર ૧૩ દુકાનદારો દ્વારા બાંધકામ કરેલ છે. જે બાંધકામ /દબાણ હોવાથી આ બાંધકામ/દબાણ દૂર કરવા માટે ગુજરાત પ્રોવિનશિયલ મ્યુનિસિપ કોર્પોરેશન એક્ટ ૧૯૪૯ તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ અંતર્ગત નોટિસ આપવામાં આવી છે.આ નોટીસ મળ્યાના ૧૦ દિવસમાં સાર્વજનિક રોડ ઉપર કરવામાં આવેલ બાંધકામ /દબાણ જે તે કબજેદાર/ દુકાનદાર દ્વારા દૂર કરવામાં નહીં આવે તો કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કાયદાની જોગવાઈઓને આધીન રહી દબાણ દૂર કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે અને તે અંગેનો તમામ ખર્ચ જે તે કબજેદાર પાસેથી વસૂલ કરવામાં આવશે. જેની ગંભીર નોંધ લેવા માટે મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવેલ નોટિસમાં જણાવવામાં આવ્યું છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here