GUJARAT : 2025માં 69,000થી વધુ રેશનકાર્ડ રદ કરાયા, જાણો શું હતું કારણ

0
34
meetarticle

ગુજરાતમાં હાલ 75.17 લાખ જેટલા રેશનકાર્ડધારકો છે. છેલ્લા 6 વર્ષમાં 6.34 લાખ જેટલા રેશનકાર્ડ વિવિધ કારણસર રદ થયેલા છે. જેમાં આ વર્ષે રદ થયેલા 69102 રેશનકાર્ડનો સમાવેશ થાય છે.

6 વર્ષમાં 6.34 લાખ રેશનકાર્ડ રદ થયા બાદ પણ ગુજરાતમાં 75.17 લાખથી વધુ રેશનકાર્ડ ધારકો

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ખાદ્ય મંત્રાલયે પહેલાથી જ તમામ રેશન કાર્ડધારકોને ઈ-કેવાયસી કરવા અંગે સૂચના આપી દીધી હતી. સરકારે આ માટે રેશનકાર્ડ ધારકોને ડેડલાઇન પણ આપી હતી.

પરંતુ ઘણા રેશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી. આમાં ઘણા નકલી રેશનકાર્ડ ધારકો પણ સામેલ હતા. સરકારે હવે આ લોકોની ઓળખ કરી છે અને તેમના રેશન કાર્ડ રદ કરી દીધી છે. 31મી ડિસેમ્બર 2025 પહેલા ઈ-કેવાયસી નહીં થયેલું હોય તો રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે.આ ઉપરાંત કેન્દ્ર સરકારના  અન્ય એક જાહેરનામા પ્રમાણે જે લોકોએ 6 મહિનાથી રાશન લીધું નથી તેમના રેશન કાર્ડ એક્ટિવ રહેશે નહીં. ત્યારબાદ 3 મહિનામાં, ડોર-ટુ-ડોર વેરિફિકેશન અને ઈ-કેવાયસી દ્વારા ફરીથી પાત્રતા નક્કી કરવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here