ગુજરાત રાજય યુવક સેવા અને સાંકૃતિક પ્રવુતિ વિભાગ, ગાંધીનગરનાં આર્થિક સહયોગથી ગુજરાત કોમર્સ કોલેજ(સવાર), અમદાવાદ અને અભિયાન ફાઉન્ડેશન, ભાવિક શાહ અમદાવાદનાં સયુંકત ઉપક્રમે તા.૦૮/૦૮/૨૦૨૫ નાં રોજ એક વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. ગૌરવશાળી યુવા ક્રાંતિવીર શહીદ વીર વિનોદ કિનારીવાલાનાં ૮૩ માં શહાદત વર્ષનાં માનમાં ‘એક યાદ વીર વિનોદ કિનારીવાલા કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ સમ્રગ કાર્યક્રમનું આયોજન કોલેજની એસ.આર.સી કમિટી અને ગીત સંગીત નૃત્ય ધારા કમિટી ના coordinator Dr. Sheela Bhadani તથા Dr. Rina Shah ના નેતૃત્વ દ્રારા કરવામાં આવેલ હતું. મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, કમિશ્નર શ્રી આલોક પાંડે, લેફ્ટનન્ટ કર્નલ શ્રી અરવિંદ જોશી, વીંગ કમાન્ડર શ્રી યોગેન્દ્ર રાવલ અને ડાયરેક્ટર શ્રીમતી હેમાબેન મહેતા ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમની શરૂઆત વીર વિનોદ કિનારીવાલાની શહાદત પર વિદ્યાર્થીઓએ ભજવેલ નાટકનાં YouTube પર ઈ-લોન્ચિગ દ્રારા થઇ. કોલેજની વિદ્યાર્થીનીઓ દ્રારા ઓપરેશન સિંદુર પર નૃત્ય દ્રારા ખૂબ સરસ પ્રસ્તુતિ કરવામાં આવી. ૩૦ કરતા વધારે દેશભકિતનાં ગીતોની રજૂઆત કરવામાં આવી. ગુજરાત કોલેજ પરિવારના આચાર્યશ્રીઓ તેમજ સમ્રગ સ્ટાફ અને કોલેજના વિદ્યાર્થીઓ દ્રારા વીર વિનોદ કિનારીવાલાની ખાંભી પરિસરમાં પુષ્પ અર્પણ કરી શ્રંધાજલી આપવામાં આવેલ હતી અને તિરંગા યાત્રા દ્રારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. સમગ્ર વાતાવરણ દેશભકિતમય બની ગયેલ હતું.



