ગુજરાત સરકારે ખેડૂતોની જણસ નું ટેકા ના ભાવે રજીસ્ટ્રેશન કરાવવા માટે એક સપ્ટેમ્બર થી ૧૫ સપ્ટેમ્બર સુધીનો સમયગાળો આપેલ છે પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો આજે એક સપ્ટેમ્બર ના રોજ મોઢવાડા ગામે ખેડૂતો ગ્રામ પંચાયતમાં વીસી પાસે રજીસ્ટ્રેશન કરાવવા માટે ગયેલ હતા અને લાંબી લાઈનો સવારના આઠ વાગ્યાથી લાગેલી હતી પરંતુ બપોરના ચાર વાગ્યા સુધીમાં એક પણ રજીસ્ટ્રેશન થયેલ નથી કારણ કે સર્વર ડાઉન હોવાથી ખેડૂતો ખાધા પીધા વગર લાઈનમાં ઊભા રહી મુશ્કેલી ભોગવેલી અને હિતેશભાઈ મોઢવાડિયાના જણાવ્યા મુજબ આજે એક સપ્ટેમ્બર સવારના આઠ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધીમાં આખા ગુજરાતમાં કોઈ પણ ગામમાં રજીસ્ટ્રેશન થઈ શક્યું નથી એક બાજુ સરકાર ડિજિટલ ઇન્ડિયા ની વાતો કરે છે
પરંતુ ખેડૂતો તેમની જણસો વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે લાઈનમાં ઉભવાનું રાસાયણિક ખાતર માટે લાઈન લગાવવાની પાક તૈયાર થાય ત્યારે પણ લાઈન લગાવવાની તો આ સરકાર ખેડૂતોને લાઈનમાં ઊભા રાખવા માંગે છે કે પછી લાઈનમાં રાખવા માંગે છે જેવો સવાલ હિતેશભાઈ મોઢવાડિયા જણાવે છે જો સરકારે સુવિધા આપવી હોય તો ખેડૂતોના મોબાઈલ મારફત પણ રજીસ્ટ્રેશન ની સુવિધા આપવી જોઈએ જેથી ખેડૂતોનો સમય બચે અને લાઈનમાં ઊભા રહેવા મજબૂર ના બનવું પડે અને જે ટેકાના ભાવની ખરીદી સરકાર કરવાની હોય તો તેનું રજીસ્ટ્રેશન તારીખ એક સપ્ટેમ્બર થી ૧૫ સપ્ટેમ્બર સુધીમાં કરાવવું તેમ જાહેર કરેલ છે પરંતુ સર્વર ડાઉન હોય તો ક્યારે રજીસ્ટ્રેશન થશે તેવો સવાલ ખેડૂત અગ્રણી હિતેશભાઈ મોઢવાડિયા જણાવે છે
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ


