રાજ્ય ના વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં હવે ટુ વ્હીલર ચાલકો માટે ફજિયાત હેલ્મેટ પહેરવાનો આદેશ કરાયો છે જેનો દરેક શહેરમાં વિરોધ થઇ રહ્યો છે પણ આમ છતાં રાજ્ય સરકાર હેલ્મેટની સુરક્ષાનું અભિયાન ચાલુ રાખશે તેમ પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલે જણાવ્યું છે.રાજ્યમાં વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં ટુ વ્હીલર ચાલકોને હવે ફરજિયાત સુરક્ષાના ભાગરુપે દરેક ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવાનો પોલીસે આદેશ કર્યો છે.જો કે રાજ્યના મોટા શહેરોમાં હેલ્મેટના કાયદાનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલે આજે કહ્યું હતું કે સરકાર હેલ્મેટની સુરક્ષાનું અભિયાન ચાલુ રાખશે અને દરેક વાહન ચાલકને દંડની જગ્યાએ ગુલાબ આપી જાગૃતિ ફેલાવા પ્રયાસ કરાશે.
રજની પટેલે કહ્યું હતું કે ભાજપના જ ધારાસભ્યોએ ગૃહમંત્રીને આ મામલે રજૂઆતો કરેલી હતી અને રજૂઆત સંદર્ભે સરકારે નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે જોકે પોલીસ દ્વારા દંડની જગ્યાએ ભંગ કરનારને ગુલાબ આપી જાગૃતિ ફેલાવવા નો પ્રયાસ થશે. સુરત રાજકોટ સહિતના મહાનગરપાલિકાઓમાં દંડ સામે ભાજપના ધારાસભ્યો દ્વારા ગૃહ રાજ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી અને આ રજૂઆતમાં પગલે સરકારે નિર્ણય લીધો છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

