GUJARAT : LCB એ નેશનલ હાઇવે ૪૮ પર મહિન્દ્રા XUV માંથી ₹૨.૬૭ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, ૧ વોન્ટેડ

0
54
meetarticle

​વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) ની ટીમે નેશનલ હાઇવે નંબર ૪૮ ના સર્વિસ રોડ પરથી ચોરી છુપીથી લઇ જવાતો ₹૨,૬૭,૬૭૦/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.


​બાતમીના આધારે LCB ની ટીમે પારડી દમણીઝાપા ઓવરબ્રિજ નજીક વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતી GJ-21-CE-0482 નંબરની સફેદ કલરની મહિન્દ્રા XUV-300 કારને આંતરીને તેની તલાશી લેવામાં આવી હતી.
​કારની પાછળની સીટ, ક્લીનર સીટની નીચે અને ડીકીના ભાગે સંતાડેલા ખાખી પૂઠાના બોક્સમાંથી ભારતીય બનાવટની વ્હીસ્કી અને બિયરના કુલ ૮૮૬ નંગ બોટલ/ટીન મળી આવ્યા હતા. LCB એ ₹૧૦,૦૦,૦૦૦/- ની કિંમતની કાર અને દારૂ મળીને કુલ ₹૧૨,૬૭,૬૭૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
​કારનો ચાલક સ્થળ પરથી ફરાર થતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. LCB દ્વારા પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ પારડી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here