વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ગાંધીનગર રાજભવનથી બહુચરાજી પાસેના હાંસલપુર ખાતે પહોંચ્યા છે. સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર ‘Maruti e Vitara’કારને લોન્ચ કરી હતી અને બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે.જે ઓટોમોબાઈલ હબમાં ગુજરાતનું સૌથી મોટું પગલું માનવામાં આવે છે. આ ઇલેક્ટ્રિક વ્હીકલ 100 દેશોમાં એક્સપોર્ટ પણ થશે.
વડાપ્રધાને આ પ્રસંગે કહ્યું હતું કે, ગણેશ ઉત્સવના ઉલ્લાસ દરમિયાન આજે ભારતની મેક ઈન ઈન્ડિયાની યાત્રામાં એક નવો અધ્યાય જોડાયો છે. આ મેક ઈન ઈન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ અમારા લક્ષ્ય તરફ એક મોટી છલાંગ છે. આજથી ભારતમાં બનેલા ઈલેકટ્રીક વિહિકલ 100 દેશોમાં એક્સપોર્ટ કરવામા આવશે. સાથે જ આજે હાઈબ્રિજ બેટરીનું મેન્યુફેક્ચરિંગ પણ સ્ટાર્ટ થઈ રહ્યું છે. આજનો દિવસ ભારત અને જાપાનની મિત્રતાને નવી શરૂઆત કરાવે છે.
ગુજરાતનો અને મારૂતિનો ટીન એજમાં પ્રવેશ એટલે કે આવનારા દિવસોમાં મારૂતિ નવી પાંખો ફેલાવશે અને આગળ વધશે. મિત્રો ભારતની સફળ સ્ટોરીના બીજ 13 વર્ષ પહેલા વવાયા હતાં. 2012માં જ્યારે હું અહીંનો મુખ્યમંત્રી હતો ત્યારે અમે મારુતિ સુઝુકીને હાંસલપુરમાં જમીન ફાળવી હતી. વિઝન એ સમયે પણ આત્મનિર્ભર ભારતનું અને મેક ઈન ઈન્ડિયાનું હતું. અમારા સૌના પ્રયાસો આજે દેશના સંકલ્પોને પૂર્ણ કરવામાં આટલી મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે.
ભારતમાં જે ગાડીઓ બની રહી છે તે જાપાનમાં એક્સપોર્ટ કરવામાં આવી રહી છે. આ ભારત અને જાપાનના સંબંધોની મજબૂતી છે. ભારતને લઈને ગ્લોબલ કંપનીઓના ભરોસાને પણ તમારી સામે પ્રસ્તુત કરે છે. મારૂતિ સુઝુકી જેવી કંપનીઓ ભારતની બ્રાન્ડ એમ્બેસેડર બની ચૂકી છે. મારુતિ ભારતની સૌથી મોટી કાર એક્સપોર્ટર છે. આજથી ઈવી એક્સપોર્ટને પણ તે જ સ્કેલ પર લઈ જવાન શરૂઆત થઈ રહી છે. દુનિયાના અનેક દેશોમાં ઈ વિહિકલ ચાલશે તેમાં લખ્યું હશે મેડ ઈન ઈન્ડિયા.
કેટલાક વર્ષો પહેલા ઈલેક્ટ્રીક વિહિકલ માત્ર એક નવા ઓલ્ટરનેટ તરીકે જોવામાં આવતા હતાં. પણ મારુ માનવું છે કે તે અનેક સમસ્યાઓનું ઠોસ સમાધાન છે. મેં ગત વર્ષે સિંગાપુર મુલાકાત પહેલા કહ્યું હતું કે, અમે આપણી જુની ગાડીઓને હાઈબ્રિડ ઈવી માં બદલી શકીએ છીએ. મારુતિ સુઝુકીએ આ ચેલેન્જને સ્વીકારી અને માત્ર 6 મહિનામાં એક વર્કિંગ પ્રોટોટાઈપ તૈયાર કર્યો. હાલમાં મે આ હાઈબ્રિડ એમ્બ્યુલન્સનો પ્રોટોટાઈપ જોયો છે. 11 હજાર કરોડની આ યોજનામાં ઈ એમ્બ્યુલન્સ માટે બજેટ નક્કી કર્યું છે.જેનાથી પ્રદૂષણ ઘટશે. ક્લીન એનર્જી અને ક્લીન મોબીલીટી આપણું ભવિષ્ય છે. આવા પ્રયાસોથી ભારત ઝડપથી ક્લીન એનર્જીની અને મોબીલીટીનું રીલાયેબલ સેન્ટર બનશે.
અમે રોકાણકારોની તકલીફોને દૂર કરી છે. જેથી તેમના માટે રોકણ કરવું સરળ બન્યું છે. જેના પરિણામો આપણી સામે છે. મોબાઈલ ફોન પ્રોડક્શન 2014ની તુલનામાં વધારો થયો છે. આજે ભારતના દરેક રાજ્યોનો પણ મોટીવેટ કરવામાં આવ્યાં છે. એક હેલ્ધી હરીફાઈ શરૂ થઈ છે તેનો લાભ દેશને મળી રહ્યો છે. હું તમામ રાજ્યોને કહેતો રહ્યો છું. આપણે પ્રોએક્ટીવ રહેવું પડશે અને પોલીસી બનાવવી પડશે. સિંગલ વિન્ડો ક્લિયરન્સ પર બળ આપવું પડશે. આ હરિફાઈનો જમાનો છે. જે રાજ્ય જેટલી ઝડપથી પોતાની પોલીસીને નીટ એન્ડ ક્લીન રાખે છે ત્યાં રોકાણકારોનો વિશ્વાસ વધે છે.
હું તમામ રાજ્યોને આમંત્રણ આપું છું કે આવો સ્પર્ધા કરીએ. આપણે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની ભાગીદારીને સુનિશ્ચિત કરીએ. ભારત અહીં રોકાશે નહીં. જે સેક્ટરમાં આપણે સારુ કામ કર્યું છે તેમાં આપણે વધુ સારુ કામ કરવાનું છે. જેથી આપણે મિશન મેન્યુફેક્ચરિંગ પર જોર આપી રહ્યાં છે. આવનારા સમયમાં આપણું ફોકસ હશે. સેમિકન્ડરમાં ભારત ટેક ઓફ કરી રહ્યું છે. આ ઈન્ડસ્ટ્રીને આપણે આગળ લઈ જવાની છે.
આગામી સપ્તાહે હું જાપાન જઈ રહ્યો છું. ભારત અને જાપાનનો સંબંધ ભરોસાપાત્ર સંબંધ છે. એકબીજાની પ્રગતિમાં આપણે પોતાની પ્રગતિ જોઈએ છીએ. આપણે જે સફર શરૂ કરી હતી તે બુલેટ ટ્રેન સુધી પહોંચી ગઈ છે. બંને દેશો વચ્ચે ઔદ્યોગિક સંબંધોની પહેલ ગુજરાતમાંથી થઈ હતી. અમે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી તેમાં જાપાન પ્રમુખ સહયોગી હતો.
ગુજરાતના લોકોએ પણ જાપાનના લોકોનો આત્મિયતા સાથે ખ્યાલ રાખ્યો છે. અમે રૂલ્સ અને રેગ્યુલેશન જાપાની ભાષામાં પ્રિન્ટ કરાવી આપ્યા હતાં. મારુ વિઝિટિંગ કાર્ડ પણ જાપાનીઝ ભાષામાં બનાવતા હતાં. અમે વીડિયો બનાવીને પણ જાપાની ભાષામાં કરાવતા હતાં. હું તમામ રાજ્યોને કહું છું તમે પણ આવો મેદાનમાં ખૂબ ફાયદો થશે.
વિકાસ કરવો છે રોકાણ લાવવું છે અને દુનિયાને આકર્ષિત કરવી છે તો તમામ પ્રકારે કામ કરવું પડશે. દરેક રાજ્યો અવસર પકડીને આગળ વધે. આપણી શિક્ષણ સંસ્થાઓમાં જાપાની ભાષા શિખવવા પ્રાથમિકતા અપાય છે. આપણા આ પ્રયાસોથી ભારત અને જાપાન વચ્ચે પીપલ ટુ પીપલ કનેક્ટ વધી રહ્યો છે. એકબીજાની જરૂરિયાતોને પૂરી કરી રહ્યાં છે. આવનારા સમયમાં આપણે તમામ સેક્ટરમાં આગળ વધવાનું છે. આપણો આજનો પ્રયાસ 2047 સુધી નવી વિકસિત ભારતની નવી બુલંદી સુધી લઈ જશે. બંને દેશોની દોસ્તી અતૂટ રહેશે. ભારત અને જાપાનનો સંબંધ મેડ ફોર ઈચ અધર પ્રકારનો છે.
પૈસા કોના લાગ્યા છે તેની મને કોઈ ચિંતા નથી પણ પ્રોડક્શનમાં પરસેવો દેશના નાગરિકનો હોવો જોઈએ. આ ભાવ સાથે તમે મારી સાથે ચાલો. 2047 સુધીમાં આપણે એવું હિન્દુસ્તાન બનાવીએ કે આવનારી પેઢીઓ ગર્વ કરશે. આત્મનિર્ભર ભારતના મંત્ર માટે હું દેશવાસીઓને નિમંત્રણ આપું છું કે,આવો આપણે સાથે મળીને ભારતને વિકસીત કરીશું.



