GUJARAT : NH-48 પર કાળમુખો અકસ્માત: પાનોલી પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર ટક્કરમાં તમિલનાડુના ચાલકનું મોત

0
37
meetarticle

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર પાનોલી પાસે આવેલા બાકરોલ ઓવરબ્રિજ પર બે ટ્રકો વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક ટ્રક ચાલકે જીવ ગુમાવ્યો છે.

સુરત તરફ જતી લેનમાં આગળ ચાલી રહેલી એક ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે પાછળની ટ્રકની કેબિનનો કચરઘાણ વળી ગયો હતો અને ચાલક અંદર જ ગંભીર રીતે ફસાઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પાનોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને મહામુસીબતે કેબિનમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક ચાલક તમિલનાડુનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેન મારફતે હટાવી હાઈવે પરનો ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here