GUJARAT : ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓમાં એક વર્ષમાં 25%નો ઘટાડો, દેશમાં ચોથા સ્થાને રહ્યું

0
88
meetarticle

વર્ષ 2024 દરમિયાન 22,74,477 વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે. એક વર્ષમાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ નોંધાયા હોય તેવા રાજ્યમાં ગુજરાત ચોથા સ્થાને છે.

વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો

ગુજરાતમાં વર્ષ 2023માં 28.06 લાખ વિદેશી પ્રવાસીઓ નોંધાયા હતા. આમ, વર્ષ 2024 કરતાં વર્ષ 2023માં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2024માં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ નોંધાયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર 37.05 લાખ સાથે મોખરે છે, જ્યારે પશ્ચિમ બંગાળ 31.24 લાખ સાથે બીજા સ્થાને છે.ગુજરાતમાં મોટાભાગના પ્રવાસીઓ વિદેશી

જાણકારોના મતે, ગુજરાત આવતા મોટાભાગના વિદેશી મુલાકાતીઓ એનઆરઆઈ હોય છે. વર્ષ 2024માં ગુજરાતમાં ઘરઆંગણાના પ્રવાસીઓ 18.40 કરોડ નોંધાયા, છે જેની સંખ્યા 2023માં 17.80 કરોડ હતી. ઘરઆંગણાના સૌથી વધુ પ્રવાસીઓ હોય તેવા રાજ્યોમાં કર્ણાટક 30.45 કરોડ સાથે મોખરે છે.કયા રાજ્યમાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ?

રાજ્ય મુલાકાતીઓ
મહારાષ્ટ્ર 37.05 લાખ
પશ્ચિમ બંગાળ 31.24 લાખ
ઉત્તર પ્રદેશ 23.64 લાખ
ગુજરાત 22.74 લાખ
રાજસ્થાન 20.72 લાખ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here