ભારતના ચુંટણીપંચ દ્રારા સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ અંતર્ગત મતદારોઓની કેટલીક તકલીફ પડી રહી છે. જેને દુર કરવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ની અધ્યક્ષતામાં અધિક જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરવામાં આવી હતી

જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ આવેદન પત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર જીલ્લામાંથી ઘણા લોકો રોજગાર,ખેતી-મંજુરી અર્થે બહાર ગામ રહે છે.આવા લોકોના નામ મતદાર યાદી માંથી નીકળી ન જાય તે માટે તકેદારી રાખવામાં આવે સાથે જીલ્લામાં મોટા ભાગે અનુસુચિત જન જાતી સમાજની વસ્તી હોય પુરાવા તરીકે હાલની બેંક પાસબુક,આધાર કાર્ડ,તલાટીનો દાખલો,રેશન કાર્ડ કે શાળાનું એલ.સી.ને પુરાવા તરીકે માન્ય રાખવામાં આવે. અને
નવા યુવા મતદાર નોંધવાના ફોર્મ ઉપલબ્ધ કરાવવા તેમજ પરપ્રાંત માંથી પરણીને આવેલ મહિલાઓના માતા-પિતાના પિયરમાંથી નામ શોધવામાં તકલીફ પડી રહી છે.જેનું સમાધાન થાય તેમ કરવુ જરૂરી છે. તેમ જણાવ્યું હતું
અને દરેક ગ્રામ પંચાયત ઉપર મતદાર સહાયતા કેન્દ્ર શરૂ કરવા તથા ૨૦૦૨ ની મતદાર યાદી સરળતાથી ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે બી.એલ.ઓ.ને ઓનલાઈન ડેટા અપલોડ કરવામાં તકલીફ પડી રહી છે. તો નેટવર્કની વ્યવસ્થા થાય અને એપ સરળતાથી ચાલે તો આ પ્રક્રિયા સરળ અને ઝડપી બની શકે. જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ એ જિલ્લા સેવા સદન ખાતે જઈ આ મામલે આવેદન પત્ર આપી રજૂઆત કરી છે.
રીપોર્ટર :અંજુમ ખત્રી છોટાઉદેપુર

