રાજ્ય મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે મહેસાણા ખાતે NDPS એક્ટ હેઠળ નશીલા પદાર્થોની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે.
મહેસાણા રેલવે સ્ટેશન નજીક માલગોદામ રોડ પર SMC ટીમે દરોડો પાડીને ૧૦૮.૬૬૦ ગ્રામ મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે રૂ. ૧૦,૮૬,૬૦૦/- થાય છે.

કુલ મુદ્દામાલ: ડ્રગ્સ, ૪ મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ. ૧૧,૧૮,૧૩૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે મુખ્ય આરોપી અશોક ભાખરારામ બિશ્નોઇ સહિત રાજસ્થાનના જાલોર જિલ્લાના અન્ય બે સાગરીતો, જગદીશ હરારામ બિશ્નોઇ અને સુરેશ વીરારામ બિશ્નોઇ, મળીને કુલ ૩ આરોપીઓની ધરપકડ કરી છે.
આ ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર, રાજસ્થાનના સાંચોરનો સુરેશ મોહનલાલ બિશ્નોઇ વોન્ટેડ જાહેર થયો છે.
પી.આઇ. જી.આર. રબારી અને પી.એસ.આઇ. વી.કે. રાઠોડની SMC ટીમે આ કાર્યવાહી કરીને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

