GUJARAT : UK જવા ખોટા લગ્ન દસ્તાવેજો બનાવતી ગેંગનો પર્દાફાશ: કેનેડા રહેતા વકીલ અને ઈંગ્લેન્ડ રહેતી મહિલા સહિત 4ની ગેંગની કબૂતરબાજી, પોલીસે બ્રિટિશ હાઈ કમિશનને જાણ કરી…

0
32
meetarticle

પાલેજ પોલીસે યુનાઇટેડ કિંગડમ (યુ.કે.) જવા માટે ખોટા લગ્ન તથા છુટાછેડાના દસ્તાવેજો તૈયાર કરી કબૂતરબાજી કરાતી હોવાના કૌભાંડનો પર્દાફાશ કરી વકીલ સહિત ચાર સાગરીતો સામે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી વિગતો જાહેર કરી હતી.

પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરી તથા તેમનીટીમ દ્વારા અરજીની તપાસ દરમિયાન બહાર આવ્યું કે, વલણનો અને હાલ યુ.કે. રહેતો રીઝવાન ઇસ્માઇલ મેદાએ પોતાની પત્ની તરીકે જંબુસરની તથા હાલ યુ.કે.માં રહેતી તસ્લીમાબાનુ ઇસ્માઇલ કારભારી સાથે ખોટા લગ્નના પુરાવા ઉભા કર્યા હતા. આ માટે આરોપીઓએ ખોટું લગ્ન નોંધણી પ્રમાણપત્ર તૈયાર કર્યું હતું.તપાસમાં વધુ ખુલ્યું કે, રીઝવાન મેદાએ એજન્ટ સોયેબ દાઉદ ઇખ્ખરીયાને ફોન કરી પોતાની પત્ની તરીકે તસ્લીમાબાનુની યુ.કે.વિઝા અરજી કરવાની સૂચના આપી હતી. વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનામાં તસ્લીમાબાનુએ ખોટું લગ્ન સર્ટિફિકેટ એજન્ટને રજૂ કરતાં, ડિપેન્ડન્ટ વિઝા હેઠળ રીઝવાન મેદાને યુ.કે. બોલાવી લેવાયો હતો.

આ બાદ પૈસાની લેતી-દેતીના મુદ્દે આરોપીઓ વચ્ચે આંતરિક વિવાદ સર્જાતા, રીઝવાન મેદાએ અરજદાર મિન્હાજ યાકુબઆ બાદ પૈસાની લેતી-દેતીના મુદ્દે આરોપીઓ વચ્ચે આંતરિક વિવાદ સર્જાતા, રીઝવાન મેદાએ અરજદાર મિન્હાજ યાકુબ ઉઘરાદાર મારફતે પોલીસ સમક્ષ ખોટી ફરીયાદ અરજી રજૂ કરી હતી. વધુમાં, તસ્લીમાબાનુના સગા ભાઈ ફૈઝલ તથા કાંઠારીયાના અને હાલ કેનેડામાં રહેતા સાજીદ કોઠીયા નામના વકીલે રીઝવાન અને તસ્લીમાબાનુ માટે ભરૂચ કોર્ટનું ખોટું છુટાછેડાનું જજમેન્ટ તૈયાર કરી તેનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યો હોવાની હકીકત બહાર આવી છે.

પ્રાથમિક તપાસમાં આરોપીઓએ પરસ્પર સહકારથી ગુનાહિત કાવતરું રચી ખોટા દસ્તાવેજો તૈયાર કરી વિઝા મેળવ્યાનું સાબિત થતા, પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.

આ મામલે ખોટા દસ્તાવેજોના આધારે વિઝા મેળવવામાં આવ્યા હોવાની માહિતી બ્રિટિશ હાઈ કમિશન તથા એમ્બેસીને પાઠવી દેવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ આ ટોળકી દ્વારા ભરૂચ કે અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારના ગુનાઓ આચરાયા છે કે કેમ તે દિશામાં વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે.
REPOTER : સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here