GUJARAT : UP અને રાજસ્થાન ATSની ટીમો ગુજરાત આવી, પોલીસે આતંકીઓને કલોલ અને અડાલજ લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું

0
47
meetarticle

ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ATS સહિત હૈદરાબાદ પોલીસ પણ તપાસ માટે અમદાવાદ આવી છે. તેઓ આતંકીઓ અને તેમના કનેક્શનને લઈને તપાસ કરશે. પાંચ વર્ષમાં ઝડપાયેલા આતંકીઓના કનેક્શનની પણ તપાસ કરશે.

ગાંધીનગરમાંથી ઝડપાયેલા આતંકીઓએ દિલ્હીના આઝાદ મંડીમાં અને અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યાએ રેકી કરી હતી.ઝડપાયેલા આતંકીઓ છેલ્લા એક વર્ષથી એટીએસની રડારમાં હતા.ATS દ્વારા ઝડપી લેવાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસ ચાલુ છે ત્યારે જ દિલ્હીમાં કારમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ત્યારે ગુજરાત ATSની ટીમ દિલ્હી જઈને બ્લાસ્ટ અંગે તપાસ કરશે. બીજી તરફ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ATS સહિત હૈદરાબાદ પોલીસ પણ તપાસ માટે અમદાવાદ આવી છે.

ગુજરાતમાં ATS દ્વારા ત્રણ આતંકવાદીઓ પકડી પાડવામાં આવ્યા છે. આ આતંકવાદીઓ પકડાયા બાદ દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે. આ ઉપરાંત તેમનું અન્ય રાજ્યોમાં રેકી કરવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ મુદ્દે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ATS સહિત હૈદરાબાદ પોલીસ પણ તપાસ માટે અમદાવાદ આવી છે. તેઓ આતંકીઓ અને તેમના કનેક્શનને લઈને તપાસ કરશે. પાંચ વર્ષમાં ઝડપાયેલા આતંકીઓના કનેક્શનની પણ તપાસ કરશે.

ગુજરાત ATS દ્વારા પકડાયેલા આતંકીઓને ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આતંકી અહેમદ સૈયદને અડાલજ ટોલ ટેક્સ પર લઈ જઈને તપાસ શરૂ કરાઈ છે. જ્યારે આતંકી આઝાદ અને સુહેલને કલોલ લઈ જવામાં આવ્યા છે. બંને જણાનું છત્રાલ પાસે પંચનામું કરવામાં આવ્યું છે. આ બંને આતંકીઓ છત્રાલ પાસેથી હથિયારોની ડિલિવરી લેવાના હતાં. આતંકીઓ કોની મદદ લેવાના હતાં તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here