અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી મેઘા ચોકડી નજીક એક વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સમયસર પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગના કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

